જામનગરમાં એસઆરપીમાં ફરજ બજાવતા જવાનનું ડોક્ટરની સારવાર બાદ મોત

0
18

જામનગર,તા.૨૭
જામનગરમાં એસઆરપીમાં ફરજ બજાવતા એક જવાનનું ખાનગી ડોકટર પાસે સારવાર લીધા બાદ મોત થયાનો આક્ષેપ લાગ્યો છે. ચેલા એસઆરપીમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ માંડાણીને ચારેક દિવસ પહેલા તાવ આવ્યો હતો. તેઓએ દરેડ ગામમાં આવેલા ખાનગી ડોકટરને ત્યાં સારવાર માટે ગયા હતા.
જ્યાં તેમને તબીબે ઈન્જેકશન માર્યુ હતુ અને એસઆરપી જવાનના પગે દુઃખાવો ઉપડ્યો હતો. પગમાં સોજા આવ્યા હતા. તેમને વધુ સારવાર માટે જામનગરની સરકારી હોÂસ્પટલમાં ખસેડાયા હતા. જાકે ત્યાં તેમનું મોત નિપજ્યુ છે. ત્યારે પરિવારજનો અને સાથી કર્મીઓએ ખાનગી તબીબની બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY