મુંબઈ,તા.૨૧
રાજ્યમાં પ્રદૂષિત નદીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાના મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (એમપીસીબી)ના દાવાને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) દ્વારા ફગાવવામાં આવ્યો છે. સીપીસીબી અનુસાર ૨૦૧૭-૧૮માં પ્રદૂષિત નદીઓની સંખ્યા ૪૯થી વધીને ૫૩ થઇ છે, જે અન્ય રાજ્યની રાજ્યની તુલનમાં સૌથી વધુ છે. આૅગસ્ટ મહિનામાં એમપીસીબીએ રાજ્યમાં પ્રદૂષિત નદીઓની સંખ્યા ૪૯થી ઘટીને ૩૪ થઇ હોવાનો દાવો કર્યો હતો.
ફકત રાજયમાં જ નહીં પરંતુ સંપૂર્ણ દેશમાં પ્રદૂષિત નદીઓનું પ્રમાણ વધ્યું હોવાનું સીપીસીબીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ને જણાવ્યું હતું. સીપીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર દેશમાં આવેલી પ્રદૂષિત નદીઓની સુધારિત યાદી એનજીટી સમક્ષ રજૂ કરવામાં આવી હતી. દેશભરમાં પ્રદૂષિત નદીઓનું પ્રમાણ ૩૦૨થી વધીને ૩૫૧ થયું છે, તેમાંથી ૫૩ પ્રદૂષિત નદી સાથે મહારાષ્ટ્ર મોખરે છે.
એમપીસીબીને નિયમિત રીતે નદીઓની ગુણવત્તાની તપાસ કરતા રહેવાનું તેમ જ ઔદ્યોગિક એકમમાંથી છોડવામાં આવતું પ્રદૂષિત પાણી સીધુ નદીમાં ન જાય તે માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બેસાડવાનો નિર્દેશ આપ્યો છે.
બીજી બાજુ પર્યાવરણને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્્યાને ત્રણ મહિના થઇ ચૂક્્યા છે, ત્યારે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ અત્યાર સુધીમાં અંદાજે રૂ. ૧.૧ કરોડ દંડ વસૂલ્યો છે અને ૧૮,૬૦૧ કિ.ગ્રા. પ્લાસ્ટિક જપ્ત કર્યું છે. ૨૩, માર્ચના રોજ રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડીને પ્લાÂસ્ટક અને થર્મોકોલની વસ્તુના નિર્માણ, વપરાશ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્્યો હતો, જે ૨૩ જૂનના રોજ અમલમાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



