શ્રીનગર,તા.૨૧
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં પાકિસ્તાને ફરી એક વખત યુદ્ધવિરામ (સીઝફાયર)નો ભંગ કરીને ભારતીય સુરક્ષાદળોની પોસ્ટ પર ફાયરિંગ કર્યું છે. પાકિસ્તાન તરફથી ગુરુવારે રાતે વધુ એક વખત સાંબાના રામગઢ સેક્ટરમાં બોર્ડર સિક્્યોરિટી ફોર્સ (બીએસએફ)ની ચોકીઓ પર ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે.
ભારતીય સુરક્ષાદળોએ પણ પાકિસ્તાનની આ ‘નાપાક’ હરકતનો જડબાતોડ જવાબ આપતાં સામું ફાયરિંગ શરૂ કરી દીધું છે. સુરક્ષાદળોનાં સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સૈનિકોએ સાંબા જિલ્લાના રામગઢમાં ઓટોમેટિક હથિયારોથી ફાયરિંગ શરૂ કર્યું હતું.
આ ઉપરાંત રામગઢ સેક્ટરના સરહદી વિસ્તારોમાં ૧ર૦ એમએમ અને ૧૮ર એમએમના મોર્ટારથી પણ હુમલો કરવામાં આવ્યો છે. પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કરી ઓચિંતો હુમલો કરતાં સમગ્ર સાંબા સેક્ટરમાં ભારે તણાવની પરિÂસ્થતિ ઊભી થઈ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



