લોકશાહી મહાપર્વે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઠેર-ઠેર મતદાર જાગૃતિ અભિયાન

0
6

મતદાન અંગેની વિસ્તૃત જાણકારીથી મતદારોને કરાઈ રહ્ના છે વાકેફ
સુરત, તા.૧૨

લોકસભાની સામાન્ય ચુંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી સ્વીપ નોડલ ઓફિસરશ્રી જયેશ ગાંધી તથા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એસ.એસ.રાજગુરૂના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ શાળાઓએ રેલીઓ યોજીને મતદારોને મતદાન કરવા માટેનો સંદેશો આપ્યો હતો. .
શહેરની માતૃભૂમિ વિદ્યાલય ડિડોલી, લિંબાયતની સાર્વજનિકલ હાઈસ્કુલ નવાનગર તથા રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓએ સોસાસટીઓ ફરીને રેલી યોજી મતદારોની જાગૃત કર્યા હતા. આ શેરીનાટક ભજવી મતદાન જાગૃત્તિનો સંદેશ આપ્યો હતો. સાથે સાથે શિક્ષકોએ જનજાગૃતિ રેલી યોજીને લોકશાહીના પર્વમાં વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો લોકો સુધી પહોચાડયો હતો.
શાળાના બાળકોએ રેલીમાં ‘મત આપવો આપણી પવિત્ર ફરજ છે, છોડ કે અપને સારે કામ પહેલે ચલો કરે મતદાન, સાચુ મતદાર લોકશાહીનો ધબકાર, જાગો મતદાર જાગો જેવા સૂત્રોચ્ચાર, પ્લે કાર્ડ સાથે લોકશાહીના મહાપર્વ સૌ મતદારો જોડાવાનો અનુરોધ કર્યો હતો. સાબર ગામીની સર્વોદય વિદ્યાલયના બાળકોએ રંગોળી પુરીને મતદાનનો સંદેશો આપ્યો હતો.મહાનગરપાલિકાની પ્રચારવાન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરીને મતદારોએ શું કાળજી લેવી, મતદારોએ મતદાન મથકની માહિતી કેવી રીતે મેળવી શકાય, હેલ્પલાઈનનો ઉપયોગ કરીને મતદારયાદીમાં છે કે નહી તે અંગેની જાણકારી, મતદાન કરવાનો સમય જેવી વિગતો પોસ્ટર, પેમ્લેટર દ્વારા આપીને વધુમાં વધુ મતદારો મતદાન કરે તેની જાણકારી આપવામાં આવી હતી ફુલપાડા આરોગ્ય કેન્દ્ર ખાતે મતદારોને ઈફસ્ અને ફફઁછ્‌ દ્વારા મતદાનની કામગીરી બાબતે વધુમાં વધુ મતદારો માહિતગાર થાય તે માટે નિદર્શન કરીને મતદારોને સમજ આપવામાં આવી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY