ગાંધીનગર,તા.૨૯
ઓબીસી કમિશન સમક્ષ સર્વે માટે કરીશું રજુઆત : “ગુજરાતમાં આનંદીબેન સરકારે ૧૦ ટકા ઇબીસીની જાહેરાત કરી હતી. આ વખતે હાઇકોર્ટે સૂચન કર્યું હતું કે આ અનામત કોઈ પણ પ્રકારના સર્વે વગર આપવામાં આવ્યું હોવાથી તેને માન્ય રાખી શકાય નહી. સાથે કોર્ટે આદેશ કર્યો હતો કે સર્વે બાદ જ અનામત આપી શકાય. ગુજરાતમાં સર્વે થશે એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. સર્વેમાં ખબર પડી જશે કે પાટીદાર સમાજ કેટલો દુઃખી અને પછાત છે. સર્વેની માંગણી સાથે જ અમે ઓબીસી કમિશન સમક્ષ રજુઆત કરીશું. અમે પંચને વિનંતી કરીશું કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં સર્વે કરીને તમે જ નક્કી કરો કે પાટીદાર સમાજને અનામતની જરૂર છે કે નહીં.”
મહારાષ્ટ્ર સરકારે ત્રણ જ વર્ષમાં સર્વે કરીને અનામતની જાહેરાત આપી દેવા અંગે હાર્દિકે કહ્યું કે,”મહારાષ્ટ્ર સરકારને ફક્ત ત્રણ જ વર્ષમાં આટલી બુદ્ધિ ચાલતી હોય તો ગુજરાતની સરકાર શું છેલ્લા ૨૫ વર્ષથી ડમરું વગાડે છે? આટલા અનુભવ પછી પણ સરકાર લોકોને મુર્ખ બનાવે છે. મહારાષ્ટ્ર સરકારે અનામતની જાહેરાત કરી એટલે સરકાર સફાળી જાગી છે અને નાટકો શરૂ કર્યા છે. અમારે કોઈ નાટકો નથી જાઈતા. અમે ઇચ્છીએ છીએ કે ત્રણ મહિનામાં સર્વે થાય અને અનામતની જાહેરાત કરવામાં આવે.
“ઓબીસી આયોગના અધ્યક્ષ સુજ્ઞાબેન ભટ્ટ સત્તાના મદનમાં લાલ લાઇટ લઈને ફરી રહ્યા છે. આ કમિશન અમારી રજુઆતને શા માટે ગંભીરતાથી નથી લેતું તે વિચારવા જેવો પ્રશ્ને છે. જા પંચને એવું લાગે તે અન્ય કોઈ સમાજનો પણ સર્વે કરવાની જરૂર છે તો અમને તેની સામે કોઈ જ તકલીફ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






