ઢુંઢરમાં બે વર્ષની બાળકી પર શ્રમિકે દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો

0
8

હિંમતનગર,તા.૨૯
હિંમતનગરના ઢુંઢર ભાવપુર પાસે બે વર્ષની બાળકી પર ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકે દુષ્કર્મ કર્યાનો ધ્રૃણાસ્પદ બનાવ શુક્રવારે બન્યો હતો. આ અંગેની જાણ ગામલોકોને થતાં લોકોએ ઉશ્કેરાઇને ફેક્ટરીમાં તોડફોડ કરી હતી. ફેક્ટરી ખાતે કાર અને એક મોટર સાઈકલમાં આગચંપી પણ કરી હતી. બે વર્ષની બાળકીને સારવાર માટે શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલ ઢુંઢર ભાવપુર ગામમાંથી શુક્રવારે એક નાની બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે તપાસ હાથ ધરતા બાળકી નજીકના ખેતરમાં મળી આવી હતી. પોલીસને બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું લાગતા તેને સારવાર માટે ગાંભોઈ સિવિલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવી હતી. બાળકીની તબીયત વધુ નાજુક લાગતા તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતા ગામ લોકો રોષે ભરાયા હતા અને આરોપી જે સિરામિક ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યાં તોડફોડ કરી હતી. કારખાના બહાર ર્ક કરેલી ત્રણથી વધુ કાર એક બાઇક અને અંદર આવેલા મકાનોમાં પણ આગ ચાંપી દીધી હતી.
ટોળાએ ગાંભોઈથી તલોલ જતા રોડ પર પણ ચક્કાજામ કરીને બંધ કરી દીધો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક એલસીબી, એસઓજી, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ભારે જહેમત બાદ બળ પ્રયોગ કરીને ટોળાંને વિખેરી રસ્તો ફરી ખુલ્લો કરાવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY