બુલંદશહર,તા.૧૩
હલાલા અને બહુ વિવાહ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરનારી મહિલા શબનમ રાની પર યુપીના બુલંદશહરમાં એસિડ એટેક થયો છે. એસિડ એટેક બાદ શબનમ રાનીની સ્થિતી અત્યંત ગંભીર છે.
એવી અટકળો લગાવાઇ છે શબનમને આ મામલાને કોર્ટમાં લઇ જવાની સજા મળી છે. બુલંદશહરના જોલીગઢ ગામની રહેવાસી નિકાહ હલાલા, બહુ વિવાહ અને ત્રણ તલાક વિરુદ્ધ અવાજ ઉઠાવનાર મહિલા રાની શબનમ પર આરોપી દીયરે જ એસિડ દ્વારા હુમલો કર્યો છે. પીડિતા હાલ હોસ્પિટલમાં દાખલ છે.
પ્રાપ્ત મહિતી મુજબ આ ઘટના ત્યારે બની જ્યારે આજે સવારે પીડિતા એસએસપી જાડે ફરિયાદ કરવા બુલંદશહર આવી રહી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આરોપી દીયર સાથે અન્ય વ્યકિત પણ તેની સાથે બાઇક પર સવાર હતો. બન્નેએ મહિલા પર એસિડ ફેંક્યુ હતું. મહિલા બર્ન વોર્ડમાં દાખલ છે. મહિલાની મુલાકાત કરવા ડીએમ, એસએસપી, એસપી સીટી અને સીઓ સીટી હોસ્પિટલે પહોંચ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



