નમસ્તે ઈંગ્લેન્ડમાં સતીશ કૌશિક ટ્રાવેલ એજન્ટનો રોલ કરશે

0
13

મુંબઈ,તા.૧૩
પોતાના વિશિષ્ટ અભિનય અને કોમિક ટાઇમિંગ દ્વારા પંકાયેલા અભિનેતા ફિલ્મ સર્જક સતીશ કૌશિક કહ્યુ હતું કે હું મારી આગામી ફિલ્મના રોલ અંગે મારા ફેન્સના પ્રતિભાવની વાટ જાઇ રહ્યો છું.
ટોચના ફિલ્મ સર્જક વિપુલ અમૃતલાલ શાહની ફિલ્મ્ નમસ્તે ઇંગ્લેંડમાં અર્જુ કપૂર અને પરિણિતી ચોપરા મુખ્ય રોલ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં સતીશ કૌશિક એક ટ્રાવેલ એજન્ટના રોલમાં છે. આ ફિલ્મ વિપુલની જ ૨૦૦૭માં રજૂ થયેલી અને હિટ નીવડેલી ફિલ્મ નમસ્તે લંડનની સિક્વલ છે. ઓરિજિનલમાં અક્ષય કુમાર અને કેટરિના કૈફ ચમક્્યાં હતાં. સિક્વલ વખતે અક્ષય પાસે સળંગ તારીખો ઉપલબ્ધ નહોતી એટલે એણે આ ફિલ્મ છોડી દીધી હતી.
આ ફિલ્મમાં સતીશ કૌશિક ગુરમાન સિંઘ નામના સરદાર ટ્રાવેલ એજન્ટનો રોલ કરી રહ્યો છે. આ માણસ એક ખુશમિજાજ આદમી છે. એ દેશના ખૂણે ખૂણેથી નવી નવી પ્રતિભા શોધીને એને ઇંગ્લેંડ અથવા કેનેડા મોકલે છે. પાત્ર થોડું લાઉડ છે.
સતીશે કહ્યું કે મને ભડકદાર વસ્ત્રો અને રંગીન પાઘડીઓથી સજ્જ કરવામાં આવ્યો છે. મારો રોલ કમ્પેરેટિવલી થોડો નાનો છે પરંતુ મહ્ત્વ નો છે અને ઓડિયન્સને મોજ કરાવશે. તાજેતરમાં રજૂ થઇ ગયેલી ફિલ્મ સૂરમામાં પણ સતીશે શીખનો રોલ કર્યો હતો. આ ફિલ્મ હળવી મનોરંજક ફિલ્મ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY