કોંગ્રેસની હેસિયત ફક્ત બે બેઠકો પૂરતી જ છે : મુલાયમસિંહ યાદવ

0
33

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના પક્ષમાં નથી સપાના પૂર્વ સુપ્રિમો
લખનઉ,તા.૨૬
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં યુપીમાં મહાગઠબંધનને લઇને સપાના પૂર્વ રાષ્ટ્રિય પ્રમુખ મુલાયમ સિંહ યાદવએ એક મોટુ નિવેદન આપ્યું છે. મુલાયમ સિંહ યાદવે કહ્યુ કે કોંગ્રેસની હૅસિયત ફક્ત બે બેઠકો જ છે. મુલાયમ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધનના પક્ષમાં પણ નથી.
મુલાયમસિંહ યાદવે બે શબ્દો જણાવ્યુ કે સપા-બસપાના ગઠબંધનમાં કોંગ્રેસને સામેલ ન કરવી જાઇએ. તેના અનુસાર કોંગ્રેસની હેસિયતમાં માત્ર બે બેઠકો જ છે. જાકે મુલાયમે સપા અને બસપાના ગઠબંધનનું સમર્થન કર્યુ છે. તેમનું કહેવુ છે કે જા બન્ને દળ ઇમનાદાર રહે તો દિલ્હીનો માર્ગ સરળ નથી.
ઉલ્લેખનીય છે કે પ્રદેશની રાજનીતિમાં સપા અને બસપાનું ગઠબંધન નક્કી માનવામાં આવી રÌš છે. ગોરખપુર અને ફૂલોપુરની લોકસભા ઉપચૂંટણીમાં બન્ને દળોએ તેને સફળ રીતે અજમાવ્યા પણ છે. જાકે, હવે એ નક્કી નથી કે સપા અને બસપાના ગઠબંધનમાં કોંગ્રેસ સામેલ થશે કે નહીં, પરંતુ મુલાયમ સિંહે સ્પષ્ટ કરી દીધુ છે કે કોંગ્રેસને ગઠબંધનનમાં લેવાની જરૂર નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY