સૂરત ખાતે ૮મીએ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો યોજાશેઃ

0
340

સૂરતઃ
રોજગાર અને તાલીમ નિયામકની કચેરી ગાંધીનગર સંચાલિત મદદનીશ નિયામક રોજગારની કચેરી અને મોડેલ કેરિયર સુરત દ્વારા આયોજીત તથા કાપોદ્રા પોલીસ સ્ટેશન, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, દક્ષિણ ગુ.યુ., રાષ્ટ્રીય આશામંચ અને દક્ષિણ ગુજરાત પ્રોડકટીવિટી કાઉન્સીલના સંયુકત ઉપક્રમે આગામી તા.૮મી માર્ચ વિશ્વ મહિલા દિન નિમિત્તે સવારે ૧૦.૦૦ વાગે દ.ગુ.યુનિ.ના કન્વેન્શન સેન્ટર ખાતે ફકત મહિલા ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં ભાગ લેવા ઈચ્છતી ઓછો અથવા ઉચ્ચ અભ્યાસ કર્યો હોય તેવી અનુભવી-બિન અનુભવી મહિલાઓએ http://bit.ly/2EzllsM લિંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સંજોગવસાત ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરી શકનાર મહિલાઓ પણ ભરતીમેળાના સ્થળ પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી ઈન્ટરવ્યું આપી શકશે. નોકરી આપવા ઈચ્છતી કંપનીઓ/સંસ્થાઓએ http://bit.ly.2E1Cwas લિંક પર તા.૬/૦૩/૨૦૧૮ સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઈ શકશે. વધુ વિગતો માટે રોજગારની કચેરી, સી-૫, બહુમાળી, નાનપુરા સુરતનો સંપર્ક સાધવો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY