ખેડૂતોને ઓર્ગેનિક સર્ટીફિકેશન અંગે માર્ગદર્શન અપાયુંઃ

0
308

સુરત,
રાજય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાછાવડ ગામે સેન્દ્રીય ખેતી પધ્ધતિથી ઉત્પાદિત બિન ઝેરી, રસાયણમુકત ખેત પેદાશોની ખેતી માટે તાલીમ અને માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ બાયો સાયન્સ, પ્રા.લિ. સુરત દ્વારા મહુવા તાલુકાના બાગાયતી ખેડૂતોને પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત સેન્દ્રિય ખેતી (ઓર્ગોનિક અને ફાર્મિગ)ને પ્રોત્સાહન આપી પી.જી.એસ.ઈન્ડિયા હેઠળ ઓર્ગેનિક સર્ટીફિકેશન ઉપલબ્ધ કરવા અંગેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ શિબિરમાં કૃષિ તજજ્ઞશ્રી પી.કે.ધેવરીયાએ બાગાયતી ખેડૂતોને ઓર્ગોનિક અને રસાયણમુકત બાગાયતી ખેતીના ફાયદા સમજાવ્યા હતા. ઉપરાંત ખેત પેદાશોના ઓર્ગેનિક સર્ટીફીકેશનના લાભ-લાભ, જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા વિવિધ મુદ્દાઓ વિશે તલસ્પર્શી માહિતી આપી હતી.
આ શિબિરમાં વાછાવડ, ગોપલા, ડુંગરી, સાંબા, ખરવણ, દેદવાસણ, બિલખડી, નિહાળી, ધડોઈ જેવા ગામોના ૩૦થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. તાલીમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા ખેડૂતોને મુઝવતા પ્રશ્નોનુ નિરાકરણ કરવામાં આવ્યું હતું. ગ્રુપ લિડર વિનોદભાઇ પટેલે આભારવિધિ આટોપી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY