ગરબા ઉત્સવમાં કચ્છ કડવા પાટીદાર સમાજ અગ્રણી કમલેશભાઈ પટેલના જન્મ દિવસની પણ ઉજવણી કરાઈ

0
31

કડોદરા, તા.૧૭
કડોદરા સ્થિત કચ્છી સમાજની વાડી ખાતે કચ્છ કડવા પાટીદાર દ્વારા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે નવ દિવસ માટે ગરબા રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાતમાં દિવસે પણ માં અંબેની આરાધના સાથે સમાજના લોકો ઉત્સાહભેર ગરબે ઘૂમી આનંદ માણ્યો હતો. તેમજ સમાજના અગ્રણી કમલેશભાઈ પટેલનો ગઈકાલે જન્મ દિવસ હોવાથી તેમને સમાજના લોકોએ જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
કડોદરા ખાતે કચ્છી સમાજની વાડીમાં સમાજના લોકો દ્વારા નવરાત્રિ મહોત્સવની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. જેમાં સમાજના લોકો બહોળી સંખ્યામાં ભાગ લઈ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. આ પ્રસંગે સમાજના આગેવાનો મહાનુભાવો પણ જાડાયા હતા અને ગરબે ઘૂમી ગરબાનો આનંદ માણ્યો હતો. તેમજ સમાજના આગેવાન એવા ભાનજીભાઈ પટેલના સુપુત્ર કમલેશભાઈ પટેલનો ગઈકાલે તા.૧૬મીના રોજ જન્મ દિવસ હોવાથી તેમના ઉપર શુભેચ્છાની વર્ષા થઈ રહી હતી. ગઈકાલે રાત્રે ગરબાના બે રાઉન્ડ પૂરા થયા બાદ તેમને સમાજના ગૌરાંગભાઈ પટેલ સહિત આગેવાનો તથા મિત્રોએ શુભેચ્છા આપી હતી. ત્યારબાદ ત્રીજા રાઉન્ડ ગરબે રમીને અંતે સૌ સાથે મળી માં અંબે માંની ભક્તિભાવ સાથે આરતીમાં જાડાયા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY