માલે,તા.૮
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી વખત સરકાર બનાવ્યા બાદ પોતાની પહેલી વિદેશી યાત્રા માટે શનિવારે સાંજે માલદીવ પહોંચી ગયા. માલદીવ એરપોર્ટ પર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.
મોદીનું માલે હવાઈઅડ્ડા પર વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે સ્વાગત કર્યું. તમને જણાવી દઈએ કે, આ યાત્રાનો ઈરાદો હિંદ મહાસાગર દ્વીપસમૂહ સાથે સંબંધોને વધારે મજબૂત બનાવવાનો છે. પ્રધાનમંત્રી મોદીને માલદીવ દ્વારા પોતાના દેશના સર્વોચ્ચ સન્માન ‘રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદ્દીન’થી સન્માનિત કરવામાં આવ્યા. માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ પુરસ્તારથી સન્માનીત કર્યા. વિદેશમંત્રી શહિદે મોદીની યાત્રાને ધ્યાનમાં રાખી ટિવટર પર કહ્યુ, ‘રૂલ ઓફ નિશાન ઈઝ્ઝુદ્દીન’ માલદીવનો સર્વોચ્ચ સન્માન છે, જે વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે. માલદીવ ભારતનું મહત્વનું રણનૈતિક ભાગીદાર દેશ છે.
ઉલ્લેખનીય છે કે, આજથી વડાપ્રધાન મોદી બે દિવસની માલદીવ અને શ્રીલંકાની યાત્રાએ રવાના થયા હતા. શુક્રવારે રાત્રે એક વાગ્યે વડાપ્રધાન મોદી કેરળના કોચ્ચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. શનિવારે સવારે તેમણે કૃષ્ણ મંદિરમાં પૂજા કરી અને ત્યાથી તિરુમાલાના પ્રસિદ્ધ ભગવાના વેંકટેશ્વરના મંજિરમાં પૂજા અર્ચના કરી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



