બિગ બોસ-૧૩માં હોરર થીમ..!! દર્શકો થરથર ધ્રુજશે

0
20

મુંબઈ,તા.૨૭
બિગ બોસ ૧૩ શોના સ્પર્ધકો, તેનું લોકેશન, થીમ સાથે જાડાયેલી અપડેટ સતત સામે આવી રહી છે. એ તો પહેલાજ નક્કી હતુ કે આ શોને સલમાન ખાન જ હોસ્ટ કરશે. લોકેશન લોનાવાલા મુંબઈથી ફિલ્મ સિટીમાં શિફ્ટ કરવાની ચર્ચા છે. આ તમામ સમાચારો વચ્ચે શોના કોન્સેપ્ટને લઈને એટલેકે થીમને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર બિગ બોસ ૧૩ની થીમને લઈને મેકર્સની વચ્ચે મંથન ચાલી રહ્યું છે. જો બધુ સમુસુતરૂ પાર ઉતર્યુ તો આ વખતનો આ શો ખુબજ યુનિક રહેવાનો છે. આ પહેલા કોઈપણ રિયાલીટી શોમાં આવો કોન્સેપ્ટ જાવા મળ્યો નથી.
આમ પણ હાલ ટીવીની દુનિયામાં સુપરનેચરલ શોનું ઘોડાપુર ઉમટ્યુ છે. નાગિન ૩, કવચ ૨, ડાયન, નજર જેવા શોની ટીઆરપી જોઈને અંદાજ લગાવી શકાય છે કે દર્શકોને કેવા શો વધારે ગમે છે. હોરર અને સુપરનેચરલ મસાલા હંમેશાથી જ ટીવી ઓડિયન્સને ઇમ્પ્રેસ કરે છે. હવે જાવાનું એ છે કે રિયલિટી શોમાં હોરરનો તડકો જાદૂ વિખેરશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY