કરાંચી,તા.૮
મોખરાની અભિનેત્રી શ્રીદેવીની ફિલ્મ મોમમાં શ્રીદેવીની પુત્રીની ભૂમિકા ભજવનારી પાકિસ્તાની અભિનેત્રી સજલે પોતાના સહકલાકાર અહદ રઝા મીર સાથે સગપણ કર્યું હોવાના અહેવાલ મળ્યા હતા.
શ્રીદેવી સાથે ઇમોશનલ એટેચમેન્ટથી જોડાયેલી આ અભિનેત્રી મોમના શૂટિંગ માટે ભારત આવી ત્યારે એની માતાના અવસાનનો આઘાત એના દિલોદિમાગ પર છવાયેલો હતો. શ્રીદેવીએ એને માતા જેવો પ્રેમ આપીને એને પોતાની કરી લીધી હતી. ફિલ્મ પૂરી થઇ ત્યારે સજલ પાકિસ્તાન પાછી જવા પહેલાં ખૂબ રડી હતી અને એ શ્રીદેવીને છોડીને જવા તૈયાર નહોતી. માંડ માંડ સમજાવીને એને પાછી મોકલી હતી. આમેય એના કલાકાર તરીકેના વીઝા પૂરા થવા આવ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



