ભાજપ આતંકી સંગઠન,જે લોકોને અંદરો અંદર લડાવવાનું કામ કરે છે: મમતા બેનર્જી

0
5

(જી.એન.એસ)કોલકાત્તા,તા.૨૦
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વધુ એક વખત ભાજપ માટે તીખા શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે ભાજપને આતંકી સંગઠન ગણાવતા જણાવ્યું કે તેમની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ ભાજપ જેવું આતંકી સંગઠન નથી જે લોકોને લડાવવાનું કામ કરે છે. તેમણે એમ પણ જણાવ્યું કે ભાજપનું કામ હિન્દુ અને મુસલમાનો વચ્ચે ભંગાળ પાડવાનું નહીં પરંતુ હિન્દુઓ વચ્ચે જ લડાઈ કરાવવાનું કામ છે.
પશ્ચિમ બંગાળમાં એક કાર્યક્રમ દરમિયાન મમતાએ આ નિવેદન કર્યું હતું. મમતા એ જમાવ્યું કે અમે ભાજપ જેવા આતંકી સંગઠન નથી જે લોકોને લડાવવાનું કામ કરે છે. ભાજપ ખ્રિસ્તીઓ અને મુસલમાનોને જ નહીં પરંતુ હિન્દુઓને પણ અંદરોઅંદર લડાવવાનું કામ કરી રÌšં છે. ઉલ્લેખનીય છે કે અગાઉ અનેકવાર પશ્ચિમ બંગાળના સીએમે કેન્દ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.
મમતાએ આ પૂર્વે ભાજપ અને આરએસએસ પર સીધા સવાલો ઉઠાવ્યા છે. પશ્ચિમ બંગાળમાં રામનવમીના નિકળલી શોભાયાત્રામાં હથિયારો સાથે બજરંગ દળના પ્રદર્શન પર તેમણે જણાવ્યું હતું કે ક્્યારેય ભગવાન રામને હથિયાર સાથે જાયા છે. એક વખત મમતા બેનરજીએ એમ પણ જણાવ્યું હતું કે, જા કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળને નિશાન બનાવશે તો તેમનું નિશાન લાલ કિલ્લો હશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY