ન્યુ દિલ્હી,તા.૨૦
ભારતે અમેરિકાને પ્રત્યુત્તર આપતા અમેરિકાથી આવનારી કેટલીક વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી વધારી દીધી છે. આ વસ્તુઓમાં બંગાળી ચણા, મસરન દાળ અને ઓર્ટિમાનો સમાવેશ થાય છે. નાણામંત્રાલયે એક જાહેરાતમાં કÌšં કે આ નિયમ પર ૪ ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. વટાણા અને બંગાળી ચણા પરની કસ્ટમ ડ્યૂટી વધારીને ૬૦ ટકા તથા મસૂર દાળ પરની ડ્યૂટી વધારીને ૩૦ ટકા કરી દીધી છે. આ ઉપરાંત બોરિક એસિડ પર ૭.૫ ટકા ડ્યૂટી લગાવવામાં આવી છે.
આર્ટેમિયા (એક પ્રકારની ઝીંગા માછલી) પર ડ્યૂટી વધારીને ૧૫ ટકા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત અમુક ખાસ પ્રકારની નટ્સ, લોઢાની તેમજ સ્ટીલમાંથી બનેલી વસ્તુઓ, સફરજન, નાશપતી, સ્ટેનલેસ સ્ટીલમાંથી બનેલી વસ્તુઓ, એલોય સ્ટીલ, ટ્યૂબ- પાઈપ ફિટિંગ, સ્ક્રૂ, બોલ્ટ અને રિવેટ પરની કસ્ટમ ડ્યૂટી વધારી દેવામાં આવી છે. જા કે, અમેરિકામાંથી આયાત થતી મોટર સાઈકલો પર કોઈ ડ્યૂટી વધારવામાં નથી આવી. અમેરિકાએ કેટલીક સ્ટીલની અને એલ્યુમિનિયમની વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટી વધારી દીધી હતી. જેનાં કારણે ભારત પર ૨૪.૧ કરોડ ડાલર (લગભગ ૧૬૫૦ કરોડ રૂપિયા)નો ફટકો પડ્યો હતો. ભારતે અમેરિકાનાં આ ફટકાનો જવાબ આપતા જ કસ્ટમ ડ્યૂટીમાં વધારો કર્યો છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





