બિહારમાં નીતિશ કુમાર યોગ દિવસના કાર્યક્રમમાં હાજર ન રહ્યા

0
13

પટના,તા.૨૦
૨૧ જૂનના સમગ્ર દુનિયામાં વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બિહારમાં સરકારના સંગઠના સહયોગી દળ જેડી(યુ) આ વખતે યોગ દિવસના કાર્યક્રમમાં સામેલ નહીં થતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.
જેડીયુએ આ વર્ષે વિશ્વ યોગ દિવસથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે પટનામાં યોગ દિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હોવા છતાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત જેડીયુના કોઈપણ નેતા તેમાં સામેલ થયા નહતા. પટનાના પાટલિપુત્ર સ્પોટ્‌ર્સ કોમ્પ્લેક્સમાં રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, રામકૃપાલ યાદવ અને રાજ્યના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ ભાજપના તમામ નેતાઓ સાથે યોગાભ્યાસ કર્યો હતો.
યોગ દિવસ પર સીએમ નીતિશ કુમારની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી હતી ત્યારે ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ જણાવ્યું કે યોગ દિવસ નીમિત્તે કાર્યક્રમમાં સીએમ અને અન્ય જેડીયુ નેતાઓ સામેલ ના થયા તેના પર વિવાદ નિરર્થક છે. તેમણે જણાવ્યું કે, ‘હું એવા કેટલાક લોકોને જાણું છું, જેમણે જેડીયુ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપી હોય. શું જેડીયુ અને આરજેડીના કોઈ નેતા યોગ નહીં કરતા હોય, પરંતુ જરૂરી નથી કે દરેક લોકો યોગ દિવસના સમારંભમાં હાજર રહે. નાહકનો વિવાદ ઊભો કરાઈ રહ્યો છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY