ન્યુ દિલ્હી,તા.૨
આસામમાં નેશનલ સિટિઝન રજિસ્ટર મુદ્દે ભડકેલી મમતા બેનર્જીને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ તેમનું ૧૩ વર્ષ જૂનું નિવેદન યાદ કરાવ્યું છે. તેઓએ એક બ્લોગમાં લખ્યું કે, “પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ૪ ઓગસ્ટ, ૨૦૦૫નાં રોજ લોકસભામાં કહ્યં હતું કે- બંગાળમાં ઘૂસણખોરી એક સમસ્યા બની ગઈ છે. મારી પાસે બાંગ્લાદેશી અને ભારતીય મતદાત સૂચી બંને છે. આ એક ઘણો જ ગંભીર મામલો છે. હું જાણવા માંગુ છું કે ગૃહમાં આ અંગે ક્્યારે ચર્ચા થશે.
જેટલીએ વધુમાં લખ્યું કે, “ભારતની સંપ્રભુતા રાજનીતિક ચર્ચાની ગુણવતાને કારણે ભારે કિંમત ચુકવી રહ્યું છે. જા કે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ ૧૯૭૨ અને ૧૯૮૫માં વિદેશીઓને હટાવવાના અને નિર્વાસન માટે એક સ્ટેન્ડ લીધું, રાહુલ ગાંધી એક વિરોધાભાસી સ્ટેન્ડ લઈ રહ્યાં છે. આ રીતે ૨૦૦૫માં ભાજપના સહયોગી મમતા બેનર્જીએ એક સ્ટેન્ડ લીધું. એક સંઘીય મોર્ચાના નેતા તરીકે આ સૌથી ઊંધી વાત કરે છે. શું ભારતની સંપ્રભુતા આ રીતે અસ્થિર મગજ અને નબળાં હાથો સાથે નક્કી કરી શકાય છે?
મમતા બેનર્જીએ દ્ગઇઝ્રના મુદ્દે બુધવારે કહ્યું કે, “જ્યારે પાડોસી રાજ્ય આસામ દુખી છે તો બંગાળના લોકો કેમ અવાજ ન ઉઠાવી શકે? જેને ભાજપને મત આપ્યાં તેઓ લિસ્ટમાં છે અને જેને નથી આપ્યાં તેઓને બહાર કરવામાં આવ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





