મંદિર માંગ સાથે સંતો ૫૦૦ જિલ્લામાં સભા કરવા તૈયાર

0
19

નવી દિલ્હી,તા. ૫
રામ મંદિરના નિર્માણ માટે સરકાર પર વટહુકમ લાવવા દબાણ વધારવામાં આવી રહ્યુ છે. આના હેતુ સાથે અખિલ ભારતીય સંત સમિતિએ દેશમાં ૫૦૦ જિલ્લામાં બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. હિન્દુ સંતોની ટોપની સંસ્થાએ પ્રસ્તાવ કરીને કહ્યુ છે કે તેના તરફથી ૫૦૦ જિલ્લામાં જનસભા યોજવામાં આવનાર છે. આ જનસભામાં લોકો પાસેથી વટહુકમને લઇને સમર્થન માંગવામાં આવનાર છે. આ સભાની શરૂઆત ૨૫મી નવેમ્બરના દિવસે શરૂ કરવામાં આવનાર છે. સમિતિની બે દિવસીય બેટક આ મત સાથે પૂર્ણ થઇ હતી કે સરકારને મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરવા માટે કાનુન લાવવાની જરૂર છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યુ હતુ કે અમે આ વાતને લઇને દુખી છીએ કે સરકાર મંદિરના નિર્માણને લઇને વિલંબ કરી રહી છે પરંતુ સામાજિક મુદ્દા અને હિન્દુ સમાજ પ્રત્યે સરકારના કામથી અમને ખુશી છે. અમને આશા છે કે અયોધ્યામાં મંદિર નિર્માણ માટે સરકાર ટુંક સમયમાં જ યોગ્ય પગલા લેશે. ૩૦૦ પ્રમુખ સાધુ અને સંતોની સમિતિએ ભગવાન રામના સમર્થકો અને અનુયાયીને સંબોધતા કહ્યુ હતુ કે તેમને આ બાબતની ખાતરી કરવી પડશે કે હિન્દુ સમાજમાં એકતા જળવાઇ રહે. મંદિર માટે જનસમર્થક એકત્રિત કરવાના હેતુથી સંતોની તરફથી ૫૦૦ જિલ્લામાં જનસભા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ૨૫મી નવેમ્બરના દિવસે અયોધ્યા, નાગપુર અને બેંગલોરમાં બેઠકની સાથે આની શરૂઆત થનાર છે. સાથે સાથે પુર્ણાહુતિ નવમી ડિસેમ્બરના દિવસે દિલ્હીમાં એક મેગા રેલી સાથે થશે. અયોÎયામાં તપસ્વી છાવણી મંદિરના સ્વામી પરમહંસે કહ્યુ છે કે જા પાંચમી ડિસેમ્બર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મંદિર નિર્માણ માટેની તારીખ નહીં આપે તો છઠ્ઠી ડિસેમ્બરના દિવસે જાન આપી દેશે.રામ મંદિર નિર્માણની માંગ અને આંદોલનની તૈયારી વચ્ચે કોંગ્રેસ નેતા શશી થરુરે કહ્યુ છે કે હિન્દુ હિંસા ઇચ્છતા નથી. તેમણે કહ્યુ હતુ કે લોકોને રામને મનમાં રાખવા જાઇએ.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY