માંડવી શહેર ખાતે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના સભ્યો દ્વારા કરાઈ રહયાં છે ઉત્કૃષ્ઠ કાર્યો .

0
82

માંડવી શહેર માં મિત્રોના સંગઠન થી ઉભું કરાયેલ શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પશુઓની સારવાર કરવા તનતોડ મહેનત કરાઈ રહી છે જે સમગ્ર માંડવી શહેરમાં અબોલ જીવોની તમામ પ્રકારની વિના મૂલ્યે સારવાર કરવા સ્થળપર પહોંચી જાય છે જેમાં બીમાર ગાય,કૂતરા ગલુડીયા થી લઈ દરેક જીવોની મેડિકલ સારવાર પાટાપિંડી થી લઈ દવા સુધીનો ખર્ચ આ મિત્રો દ્વારા ખર્ચ કરાઈ રહ્યો છે તો દાતાઓનો પણ સહયોગ મળતો હોવાનું જણાવ્યું છે

તો બીજી તરફ આડેધડ રખડતા પશુઓને પકડી પાંજરે પુરવાની કામગીરી પાલિકાઓનો સયોગ મળેલ આવી જાગૃતિની કામગિરી આવા સેવાભાવી લોકો દ્વારા કરાઈ રહયાં છે તો માંડવી શહેરમાં રખડતા પશુઓને એક જગ્યાપર એકત્રિત કરીને રખાયા છે જયાં આ મિત્રો દ્વારા પચીસ (૨૫) મણ જેટલો લીલો ચારો પણ નખાયો છે અને આવી કાળઝાળ ગરમી અને ઘાસ ચારાની અછત માં આ પશુઓની દેખરેખ કરવા માટે ફુલનહિતો ફૂલની પાંખડી રૂપે દાતાઓ પાસે મદદ માંગવામાં આવી છે કેમકે આ ટ્રસ્ટ માત્ર મિત્ર સર્કલ દ્વારા જ જીવદયા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે જેમના ખર્ચને પહોંચી વડવું ખુબજ વિકટ પરિસ્થિ નું સર્જન ઉભું થઈ રહ્યુ છે ત્યારે આ એકઠા કરાયેલ પશુના અવાળા સાફ કરવા પાલિકાના કર્મચારીઓની મદદ લેવાય છે પરંતુ પાણી માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવાય તે ખુબજ જરૂરી છે ત્યારે શ્રી નવજીવન જીવદયા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ના મિત્રો ને અનેક લોકો સ્થાનિકે બોલાવે છે ખરેખર આ કામગીરી પશુ ચિકિત્સાલય દ્વારા અને સરકારી સબસીડી મેળવતા ઢોર વાળાઓએ કરવી જોઈએ જે આવા અશક્ત અને બીમાર પશુની સંભાળ લેતા નથી અને તેને રાખતાં પણ નથી તેવા પશુઓની સારવાર આ નોકરી કરીને આવતા જીવદયા પ્રેમીઓ કરી રહયા છે ત્યારે આ ટ્રસ્ટ દ્વારા દાતાઓ પાસે મદદ રૂપી હાથ ફેલાવ્યો છે અને ગૌ માતા માટે આવી કપરી સ્થિતિ ઉભી થઇ રહીછે ત્યારે થોડો સહયોગ દાતાઓએ આપવો જોઈએ તેવી ભાવના વ્યક્ત કરાઈ રહી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY