‘મનમર્ઝિયાં’ બાદ અભિષેક બચ્ચને શરૂ કરી નવી ફિલ્મની તૈયારી

0
7

મુંબઈ,તા.૨૦
આગેવાન ફિલ્મ સર્જક બરફી ફેમ અનુરાગ બસુએ પોતાની નવી ફિલ્મ દશેરાના શુભ દિવસે શરૃ કરી હતી. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન મુખ્ય રોલ કરી રહ્યો છે.
અભિષેકે બે વર્ષના વિરામ પછી ફરી કામ શરૃ કર્યું હતું અને તાજેતરમાં એની અનુરાગ કશ્યપ નિર્દેશિત ફિલ્મ મનમર્ઝિયાં રજૂ થઇ હતી. આ ફિલ્મે બોક્સ આૅફિસ પર બહુ મોટો બિઝનેસ કર્યો નહોતો પરંતુ એ વિવાદના કેન્દ્રમાં આવી ગઇ હતી કારણ કે શીખ યુવાનના રોલમાં રજૂ થયેલા અભિષેક બચ્ચનને ધૂમ્રપાન કરતો દેખાડાયો હતો. ઉત્તર અને ઇશાન ભારતની કેટલીક શીખ સંસ્થાઓએ વિરોધ કરતાં ફિલ્મમાંથી શીખ યુવાનને ધૂમ્રપાન કરતો દેખાડતાં દ્રશ્યો કાપી નાખવા પડયા હતા.
હવે અભિષેકે બીજા અનુરાગની ફિલ્મ સ્વીકારી છે. સામાન્ય રીતે અનુરાગ બસુ રણબીર કપૂરને લઇને ફિલ્મો બનાવે છે. રણબીર સાથે એણે બનાવેલી ફિલ્મ બરફી સુપરહિટ નીવડી હતી. જા કે આ બંનેએ સાથે મળીને બનાવેલી ફિલ્મ જગ્ગા જાસૂસ ભૂંડે હાલે પીટાઇ ગઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY