‘હિન્દુત્વ જીવનશૈલીવાળો ચુકાદો ખોટો, તેને ફેરવવાની જરૂર : મનમોહનસિંહ

0
5

બંધારણમાં સામેલ ધર્મનિરપેક્ષતાના સ્વરૂપનું સંરક્ષણ કરવાની પ્રાથમિક જવાબદારી
ન્યુ દિલ્હી,તા.૨૬
સુપ્રીમ કોર્ટના દિવંગત જજ જસ્ટીસ જે.એસ. વર્મા દ્વારા ૧૯૯૦ના દાયકામાં અપાયેલા ચુકાદા ‘હિન્દુત્વ જીવનશૈલી’ને દોષયુક્ત જણાવતાં પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે એક સંસ્થાના રૂપમાં કોર્ટે સંવિધાનની ધર્મનિરપેક્ષ ભાવનાની જાળવણી કરવાના પ્રાથમિક કર્તવ્યની પોતાની દૃષ્ટિ ગુમાવવી ન જોઈએ.
દિવંગત કોમ્યુનિસ્ટ નેતા એ.બી. વર્ધન સ્મૃતિ વ્યાખ્યાનમાં પૂર્વ પીએમ મનમોહનસિંહે કહ્યું કે આ કામ પહેલા કરતા વધુ જરૂરી બની ગયું છે. કેમ કે રાજકીય વિવાદો અને ચૂંટણીની લડાઈઓને ધાર્મિક રંગો, પ્રતીકો અને પૂર્વગ્રહો સાથે જોડવામાં આવી રહી છે.
પૂર્વ વડા પ્રધાને ન્યાયમૂર્તિ વર્માના ચુકાદાની ટીકા કરી અને કહ્યું હતું કે તેમણે એક રીતે સંવિધાનની પવિત્રતાને નુકસાન પહોંચાડ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ ચુકાદાના કારણે ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો અને પ્રથાઓ અંગે રાજકીય દળોની વચ્ચે જારી વિવાદ પર એક નિર્ણાયક અસર નાખી છે.
મનમોહનસિંહે એમ કહ્યું હતું કે આ ચુકાદાએ આપણી રાજકીય વાતચીતને અસંતુલિત કરી દીધી છે અને ઘણા લોકો માને છે કે આ ચુકાદાને ફેરવવાની જરૂર છે. જજની સજાગતા અને બૌદ્ધિક ક્ષમતાઓ છતાં પણ કોઈ પણ સંવિધાનિક વ્યવસ્થા માત્ર ન્યાયપાલિકા દ્વારા સંરક્ષિત ન કરી શકાય.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY