ચંડીગઢ,તા.૧૩
ઓલમ્નપિયન બોક્સર મનોજ કુમારે હરિયાણાના મથાનાની રહેવાસી નેહા સાથે લગ્ન કર્યા. તેમણે દહેજમાં માત્ર એક મુઠ્ઠી ચોખા લીધા. મનોજને ૨૦૧૪માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મનોજના મોટાભાઈ અને કોચ રાજેશ કુમારે જણાવ્યું કે દહેજ માટે અમારી કોઈ માંગ નહોતી. અમે એક મુઠ્ઠી ચોખા લીધા. દેશના લાખો લોકો મનોજને ફોલો કરે છે. તેઓએ કહ્યું કે જા તમામ યુવા દહેજ લીધા વગર લગ્ન કરે તો છોકરીના માતા-પિતાના માથેથી દીકરાના લગ્નનો આર્થિક ભાર ખતમ થઈ જશે.
મનોજકુમાર આંતરરાષ્ટ્રીય સ્તરે અનેકવાર ભારતને મેડલ અપાવી ચૂક્યા છે. તેમને ૨૦૧૪માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓએ ૨૦૦૭માં એશિયન ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ, ૨૦૧૦ દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને ૨૦૧૮ કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત તેઓએ સાઉથ એશિયન ગેમ્સ ૨૦૧૬માં ગોલ્ડ મેળવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




