ચીનમાં બ્રહ્મપુત્રાનુ વહેણ રોકાતા આસામ-અરુણાચલ પ્રદેશ પર પૂર સંકટનો ખતરો

0
95

ન્યુ દિલ્હી,તા.૨૦
ચીનમાંથી આવતી અને અરુણાચલ પ્રદેશ તેમજ આસામમાંથી બ્રહ્મપુત્રા નદીના કારણે આ બંને રાજ્યો પર ભયંકર પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે.
ચીનમાં તિબેટના મિલિન કાઉન્ટી વિસ્તારમાં થયેલા ભૂસ્ખલનના કારણે ભેખડો અને કાટમાળ ધસી પડ્યો છે.જેના કારણે નદીનો પ્રવાહ રોકાઈ રહ્યો છે અને કાટમાળ તેમજ ભેખડોની પાછળ કૃત્રિમ સરોવર જેવુ બની ગયુ છે.
જેના પગલે આસામ અને અરુણાચલ પર બહુ મોટો ખતરો તોળાઈ રહ્યો છે કારણકે ગમે ત્યારે આ પાણી આ બંને રાજ્યોમાં થઈને વહેતી બ્રહ્મપુત્રા નદીમાં જ આવવાનુ છે.
આસામ અને અરુણાચલ પ્રદેશમાં હાઈ એલર્ટ જાહેર કરાયુ છે. તમામ ઈમરજન્સી સેવાઓને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.ખુદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ સંદર્ભમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનવાલ સાથે વાત કરી છે.
પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ૬ ટીમોને રવાના કરવામાં આવી છે. બીજી તરફ ચીનના દુતાવાસે કહ્યુ છે કે ભારતને પરિસ્થિતિને પળેપળની જાણકારી ચીન તરફથી આપવામાં આવી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY