મુખ્યમંત્રી ફડણવીસે રજૂ કરેલા પ્રસ્તાવને કોંગ્રેસ-એનસીપીએ આપ્યો ટેકો
મરાઠાઓને હવે નોકરી અને શિક્ષણમાં મળશે ૧૬% અનામત,ફડણવીસ સરકાર રાજ્યમાં મરાઠા આરક્ષણ ૫ ડિસેમ્બરથી લાગુ કરવાની કોશિશમાં
મુંબઈ,તા.૨૯
મરાઠા સમુદાયને આરક્ષણ આપવા સંબંધિત બહુપ્રતીક્ષિત બિલને ગુરુવારે મહારાષ્ટ્ર વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. મહારાષ્ટ્ર સરકારે મોટો દાવ રમીને મરાઠાઓને નોકરી અને શિક્ષણમાં ૧૬ ટકા આરક્ષણ આપવાના પ્રસ્તાવને વિધાનસભામાં રાખ્યો હતો.
મહારાષ્ટ્ર વિધાનસભામાં સીએમ ફડણવીસે કહ્યું કે, અમે મરાઠા સમુદાય માટે આરક્ષણની પ્રક્રિયા પુરી કરી લીધી છે અને અમે આજે બિલ પાસ કર્યું છે. જા કે, ફડણવીસે ધનગર આરક્ષણ પર રિપોર્ટ પુરો ન હોવાની વાત જણાવી હતી. તેમણે કહ્યું કે, ધનગર આરક્ષણ પર રિપોર્ટ પુરો કરવા માટે એક ઉપસમિતિની રચના કરવામાં આવી છે અને જલ્દીથી એક રિપોર્ટ અને એટીઆર વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર દ્વારા રજૂ થયેલા બિલને વિપક્ષ કોંગ્રેસ અને એનસીપી સહીતની વિધાનસભામાં પ્રતિનિધિત્વ ધરાવતી તમામ રાજકીય પાર્ટીઓએ સમર્થન આપ્યું હતું.
અહેવાલ એવા મળી રહ્યા છે કે, સરકારની કોશિશ ૫ ડિસેમ્બરથી રાજ્યમાં મરાઠા આરક્ષણ લાગૂ કરવાની છે. સરકારની કોશિશ એવી હશે કે ૩૦ નવેમ્બરે બિલ પાસ થઇ જાય ત્યારબાદ આગામી પાંચ દિવસમાં કાયદાકીય ઔપચારિકતાઓ પુરી કરી તેને અમલમાં લાવી શકે.
તમને જણાવી દઇએ કે, છેલ્લા થોડાક દિવસોથી મરાઠા અને ઘનગર સમાજના આરક્ષણના મુદ્દા પર મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળા સત્રમાં ચર્ચા ચાલી રહી હતી. મંગળવારે સત્તા પક્ષ અને વિપક્ષ, બન્ને જણાએ એક-બીજાના શંકા-કુશંકા અને તર્ક-વિતર્કનો વરસાદ શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષના મનમાં કંઇક કાળું હોવાનો આરોપ લગાવ્યો, તો વિપક્ષે સામે સરકારની નિયતમાં ખોટ હોવાની શંકા વ્યક્ત કરી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રીએ કહ્યું હતું કેસ વિપક્ષ ખોટો પ્રચાર કરી રહ્યો છે. તેમણે આરક્ષણના મુદ્દા પર રાજનીતિ કરવી છે. અમને પણ રાજનૈતિક જવાબ આપતા આવડે છે. સરકાર મરાઠા સમાજને આરક્ષણ આપશે. ગુરુવારે તેનું બિલ પાસ કરાવવામાં આવશે. મુખ્યમંત્રીએ આયોગમાં નિયમ ૧૪ અને ૧૫નો હવાલો આપતા કહ્યું કે, સરકાર નિયમો પ્રમાણે કામ કરી રહી છે. આ રાજ્ય પછાત વર્ગ આયોગનો ૫૨મો રિપોર્ટ છે. છેલ્લો ૫૧ રિપોર્ટ પણ સદનના પટલ ઉપર રાખવામાં આવ્યો નહોતો. અમે મરાઠા આરક્ષણ બિલ રજૂ કર્યા પહેલા રાજ્ય પછાત વર્ગ આયોગના રિપોર્ટ પર એટીઆર રજૂ કરશે.
મહારાષ્ટ્રમાં રાજ્યની કુલ જન સંખ્યામાં ૩૦થી ૩૨ ટકા મરાઠા સમુદાયના લોકો છે. તેથી તેમને ૫૦ ટકાનું પ્રમાણસર અનામત પ્રાપ્ત થશે. તેનો મતલબ એ હશે કે સમુદાયના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અંતર્ગત ૧૫થી ૧૬ ટકા અનામત મળશે તેવો કરાયેલો દાવો સાચો ઠર્યો છે. લોકસભાની ચૂંટણી પહેલાં મહારાષ્ટ્રની ભાજપ સરકારે માસ્ટર સ્ટ્રોક ખેલ્યો છે. શિવસેનાની મતબેંક મરાઠીઓમાં મોટું ગાબડું પડે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં માત્ર એક નિર્ણય લોકસભામાં ભાજપને ફાયદો કરાવશે એ નક્કી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






