વરલી ગામમાં પ્રેકિટસ કરતા બે બોગસ તબીબોની ધરપકડ

0
7

બે ક્લીનિકમાંથી દવા અને ઈન્જેક્શનનો જથ્થો જપ્ત
સુરત, તા.૨૦
કડોદરા જીઆઈડીસી પોલીસે જનરલ પ્રેક્ટિસ લાયસન્સ વગર ક્લીનિક ચલાવતાં બે લેભાગુ ડોક્ટર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
કડોદરા જીઆઈડીસી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરેલી વ્રજધામ સોસાયટી રમા કલીનિક ધરાવતા નીપ્રેન રાધાકાની બીસ્વાસ અને તુલસીધામ સોસાયટીમાં મહાલક્ષ્મી ક્લીનિક ધરાવતા પ્રભાન જયદેવ ગુપ્તા વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો. આ બંને કહેવાતા તબીબ ગુજરાત મેડીકલ જનરલ પ્રેક્ટિસ કરવાના પરવાના વગર દવાખાનું ચલાવી મનુષ્યની જીંદગી સાથે ચેડા કરતા હતા. પોલીસે આ બંને ક્લીનિકમાંથી દવા, મેડીકલના સાધનો મળી કુલ રૂ.૯૦૯૨નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY