પંજાબમાં રાવી નદી પર શાહપુરકંડી ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી
ન્યુ દિલ્હી,તા.૭
કેન્દ્ર સરકારે પંજાબમાં રાવી નદી પર શાહપુરકંડી ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટની મદદથી મધોપુર હેડવર્ક્સથી પાકિસ્તાનમાં વહી જતા પાણીને અટકાવવા માટે મદદ મળશે. પ્રોજેક્ટ ૨૦૨૨ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ ડેમની મદદથી, જમ્મુ અને કાશ્મીર તેમજ પંજાબના ખેડૂતોને સિંચાઇના કામ માટે પુરતું પાણી મળશે.
જા કે ૨૨૮૫ કરોડ રુપિયાના વધુના બજેટના કારણે પ્રોજેક્ટનું પ્લાનિંગ ૧૭ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું, પરંતુ નાણાંની અછતના કારણે તે તૈયાર ન થઇ શક્યું. કેન્દ્ર સરકાર આ પ્રોજેક્ટમાં ૪૮૫ કરોડથી વધુની આર્થિક સહાય પૂરી પાડશે. ૨૦૧૮-૧૯થી લઇને ૨૦૨૨-૨૩ સુધી પાંચ વર્ષ દરમિયાન આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાનું લક્ષ્ય છે.
કેન્દ્ર સરકારે સિંધુ જળ સંધિની જાગવાઈઓને ધ્યાનમાં રાખીને આ ડેમ અંગે નિર્ણય લીધો છે. સિંધુ નદીના પાણીની વહેંચણી માટે ૧૯૬૦માં ભારત અને પાકિસ્તાને સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંધિ હેઠળ ભારતને ત્રણ પૂર્વી નદીઓ- રાવી, બ્યાસ અને સતલજના પાણીનો ઉપયોગ કરવાનો સંપૂર્ણ અધિકાર હતો.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી પંજાબમાં ૫૦૦૦ હેક્ટરની અને જમ્મુ-કાશ્મીરમાં ૩૨,૧૭૩ હેકટર વધારાની જમીનની સિંચાઇ શક્્ય થઇ શકશે. આ ઉપરાંત, તેની મદદથી પંજાબ ૨૦૬ મેગાવોટનો અતિરિક્ત હાઇડ્રો પાવર પણ પૈદા કરી શકશે. યોજના આયોગ દ્વારા નવેમ્બર ૨૦૦૧માં આ પ્રોજેક્ટને પ્રારંભિક મંજૂરી આપવામાં આવી હતી. જાકે ૨૦૧૩માં આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું, પરંતુ ત્યારે પંજાબ સરકાર તરફથી ભંડોળનો અભાવ અને જમ્મુ-કાશ્મીર દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાને કારણે કામ સ્થગિત કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




