પત્નીને લટકતી જાયા બાદ બાદ પતિએ ઝેરી દવા પી આપઘાત કરતા ચકચાર મચી

0
118

સુરત,
તા.૫/૪/૨૦૧૮

પત્નીને લટકતી જાયા બાદ પતિએ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પુણા ગામમાં રહેતા દંપતીએ ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પોલીસ કરી રહી છે.

મૂળ જૂનાગઢના કેશોદના રહેવાસી કમલેશ ગજેરા પત્ની અને એક બાળક સાથે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી સંતોષી નગર સોસાયટીમાં રહેતો હતો. અને સ્ટોનમાં વપરાતા કોન બનાવવાનું કામ કરતો હતો. છેલ્લા ત્રણ મહિનાથી પતી-પત્ની વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલતો હતો.

ગત રોજ સાંજે કમલેશની પત્ની ભાવીસાએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પતિ ઘરે આવતા પત્નીને લટકતી જાઈને પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જેથી કમલેશે મોટા વરાછમાં આવેલી ચોપાટીમાં જઈને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસને જાણ થતા આપઘાત અંગે અન્ય કોણ કારણ છે કે ઘરકંકાસમાં આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

માતા બાદ પિતાએ પણ આપઘાત કરી લેતા એકનો એક દીકરો નોધારો બની ગયો હતો. માતાપિતાની છત્રછાયા ગુમાવતાં અનાથ બનેલા દીકરાને લઈને સગા સંબંધીઓએ તેના રખરખાવ માટે વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. હાલ દીકરો અભ્યાસ કરતો હોવાથી તથા અચાનક માતા-પિતાનું છત્ર હટી જતાં દુઃખમાં ગરકાવ થઈ ગયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY