ન્યુ દિલ્હી,તા.૩૦
સરકાર અને આરબીઆઈ વચ્ચેના વિવાદે મંગળવારે વધુ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. આરબીઆઈએ સરકાર પર ટૂંકા ગાળાનો ફાયદો જાઈને ટી-૨૦ સ્ટાઈલમાં નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો. હવે નાણાં મંત્રી અરૂણ જેટલીએ આરબીઆઈની કામ કરવાની રીતો પર સવાલ કર્યા છે. જેટલીએ યુપીએ સરકારના સમયની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષ ૨૦૦૮થી ૨૦૧૪ની વચ્ચે બેન્કો મનફાવે તે રીતે લોન આપતી હતી. રિઝર્વ બેન્કે તે બાબત પર ધ્યાન આપ્યું ન હતું. આ કારણે જ બેન્કીંગ ઈન્ડસ્ટ્રીમાં એનપીએ વધી છે.
જેટલીએ કહ્યું હતું કે વર્ષ ૨૦૦૮માં ગ્લોબલ મંદી બાદ તત્કાલીન સરકારે બેન્કોને લોન આપવાની ખુલ્લી છુટ આપી હતી. આ કારણે તે સમયે એક વર્ષમાં ક્રેડિટ ગ્રોથ ૧૪ ટકાના સામાન્ય દરથી વધીને ૩૧ ટકા થઈ ગયો હતો. નાણાં મંત્રીએ આ વાત એવા સમયે કરી છે જયારે આરબીઆઈ અને મંત્રાલયની વચ્ચે ખેચતાણભરી સ્થિતિનું નિર્માણ થયું છે. આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ શુક્રવારે કહ્યું હતું કે રિઝર્વ બેન્કને વધુ સ્વતંત્રતા આપવાની જરૂરીયાત છે. જે સરકાર કેન્દ્રીય બેન્કની સ્વયત્તતાનું સન્માન કરતી નથી, તેને નુકશાન ઉઠાવવું પડે છે.
આચાર્યએ કહ્યું હતું કે સરકારના નિર્ણય ઘણીવાર ટવેન્ટી-૨૦ જેવા હોય છે. રાષ્ટ્રીય, રાજય કે મીડ ટર્મ ઈલેકશન હમેશા થતા રહે છે. ચૂંટણી નજીક આવતાની સાથે જ કરવામાં આવેલા વાદા પુરા કરવાની કોશિશ કરવામાં આવે છે. જયારે તે શકય બનતું નથી ત્યારે બીજા લોકપ્રિય વિકલ્પો શોધવામાં આવે છે. જાકે આરબીઆઈને ટેસ્ટ મેચમાં ભરોસો છે. રિઝર્વ બેન્ક ટૂંકા ગાળાના ફાયદાને અવગણીને યોગ્ય નિર્ણય લે છે. જેથી લાંબા ગાળે સારા પરિણામો મળી શકે. સેન્ટ્રલ બેન્ક ટેસ્ટ મેચ રમે છે. તે દરેક સત્ર જીતવાની કોશિશ કરે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



