મુંબઈ,તા.૩૦
મોખરાના ફિલ્મ સર્જક અનિસ બઝ્મી હવે એક સાથે ત્રણ ત્રણ ફિલ્મો લઇને આવવા થનગની રહ્યા હોવાની જાણકારી મળી હતી.
અભિનેતા ફિલ્મ સર્જક જ્હાન અબ્રાહમ અને અનિલ કપૂરને લઇને અનિસ પાગલપંતી નામની ફિલ્મ બનાવવાના છે. આ ફિલ્મમાં જ્હાન અભિનય કરવા ઉપરાંત એનો સહનિર્માતા પણ હશે. એના સાથી નિર્માતા છે પેનોરમા સ્ટુડિયોના કુમાર મંગત. આ ફિલ્મ વિશે હાલ મિડિયાને વધુ કશી માહિતી આપવામાં આવી નથી.
બીજી ફિલ્મ વિપુલ અમૃતલાલ શાહની સુપરહિટ ફિલ્મ આંખેંની સિક્વલ છે. જા કે હજુ એની સ્ક્રીપ્ટ આખરી સ્વરૃપ ને પામી નથી એટલે એ હાલ તરત બને એવી શકીયતા ઓછી છે.
ત્રીજી ફિલ્મ પણ સિક્વલ છે. નો એન્ટ્રીની આ સિક્વલને હાલ નો એન્ટ્રી મેં એન્ટ્રી ટાઇટલ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં આ સિક્વલ ઓરિજિનલ ફિલ્મ નો એન્ટ્રીના હીરો સલમાન ખાનને લઇને બનાવવાની બોની કપૂરની ઇચ્છા હતી પરંતુ સલમાન હાલ સળંગ તારીખો આપી શકે એમ નથી. તેથી એના સ્થાને અર્જુન કપૂરને લઇને અનિસ આ ફિલ્મ બનાવવાના છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





