
બ્રિસ્ટલ,તા.૯
ભૂતની સાથે રિલેશનશિપમાં છે આ છોકરી, જી હા આ ખોટું નથી સત્ય હકીકત છે તેવો દાવો આ છોકરીએ જ કર્યો છે. વાત એમ છે કે યુ.કે.ના બ્રિસ્ટલમાં એક છોકરીએ એવી વાર્તા સંભળાવી કે તમારા કાન સરવા થઇ જશે. એમથિસ્ટ રીલ્મ (Amethyst Realm) નામની છોકરીએ કહ્યું કે ભૂતની સાથે રિલેશનશિપમાં છે. જી હા, છોકરી માત્ર ભૂતની સાથે રિલેશનશિપમાં જ નથી પરંતુ તેઓ બાળકનું પણ પ્લાનિંગ કરી રહ્યાં છે.
સ્થાનિક અખબાર ડેઇલી મેલના મતે એમથિસ્ટ રીલ્મ બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનું વિચારી રહી હતી અને તેણે સગાઇ સુદ્ધાં કરી લીધી હતી. પરંતુ તેનો બોયફ્રેન્ડ કામના લીધે મોટાભાગે બહાર રહેતો હતો. આ દરમ્યાન તેનો સંપર્ક એક ભૂત સાથે થયો. બોયફ્રેન્ડને જ્યારે એમથિસ્ટ પર શંકા ગઇ તો તેણે બ્રેક-એપ કરી લીધું.
૧૧ વર્ષમાં તે કેટલાંય ભૂતોના સંપર્કમાં હતી. ત્યારબાદ તેને એક નવા પ્રેમનો અહેસાસ થયો. વેબસાઇટ NEW IDEAએ એમથિસ્ટ રીલ્મના હવાલે લખ્યું છે કે એક દિવસ તે ઝાડીઓની પાસે લટાર મારી રહી હતી. મોસમની મજા માણી રહી હતી ત્યારે તેને અચાનક જ એક અવિશ્વસનીય ઉર્જા મહેસૂસ થઇ. અને તેને લાગ્યું કે તેને તેનો નવો પ્રેમ મળી ચૂકયો છે. તેણે કહ્યું કે તે ભૂતને જોઇ શકતી નથી, પરંતુ તેની સાથે વાત કરે છે અને તેની સાથે સેક્સ પણ કરે છે.
ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એમથિસ્ટે યુકેના મોર્નિંગ શો ‘THIS MORNING’માં ઇન્ટરવ્યુ આપ્યું હતું, જેમાં તેણે કેટલાંય ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. તેણે એક મોટો ખુલાસો કર્યો હતો કે તે અત્યાર સુધીમાં ૧૪ ભૂતોની સાથે શારીરિક સંબંધ બાંધી ચૂકી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




