દહેરાદૂન-મસૂરીમાં પર્યટકો લૂંટાયા, હોટલ રુમથી માંડી ખાવા-પીવાની વસ્તુના ભાવ બમણાં

0
9

મસૂરી,તા.૧૧
ઉનાળામાં હિલ સ્ટેશનો પર પર્યટકોના ધસારાના કારણે અંધાધૂધી જોવા મળી રહી છે.
ઉત્તરાખંડના દહેરાદૂન અને મસૂરી સુધી ટ્રાફિક જામ સર્જાયો છે અને પર્યટકો પાસે મોં માંગ્યા પૈસા પડાવવામાં આવી રહ્યા છે. ખાવા પીવાની વસ્તુઓના ભાવ પણ વધી ગયા છે.
મસૂરીમાં ટ્રાફિક જામને હળવો કરવા માટે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. કારણકે મસૂરીમાં ક્ષમતા કરતા વધારે વાહનો પહોંચી ચુક્વ્યા છે. જેનાથી ઠેર ઠેર વાહનોની લાંબી કતારો દેખાઈ રહી છે.
હોટલોના રુમના ભાડા પણ ડબલ થઈ ગયા હોવાથી ટુરિસ્ટો લૂંટાઈ રહ્યા છે. કેટલાકને હોટલનો ભાવ પોસાય તેમ નહીં હોવાથી તેઓ ખુલ્લા આકાશ નીચે સુતેલા જાવા મળ્યા છે.
મસૂરીમાં પ્રવાસીઓની મારામારીના કારણે ટેક્સી ચાલકો પણ મોં માંગ્યુ ભાડુ વસૂલ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY