મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૧૯

0
26

તા.૧૬/૯/૨૦૧૮, તા.૩૦/૯/૨૦૧૮ તથા તા.૧૪/૧૦/૨૦૧૮ ના રોજ
ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

બુથ લેવલ અધિકારી ઘરે-ઘરે જઈને મતદાર યાદીની ચકાસણી કરશે .

ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હીનએ તા.૧/૧/૨૦૧૯ને લાયકાતની તારીખ ગણી મતદાર યાદીની ખાસ સ;ક્ષિપ્તં સુધારણા કાર્યક્રમ જાહેર કરેલ છે. આ કાર્યક્રમ તા.૧/૯/૨૦૧૮ થી ૧૫/૧૦/૨૦૧૮ સુધી ચાલનાર છે. આ કાર્યક્રમ દરમ્યા્ન હકક-દાવાઓ વાંધાઓ અરજીઓના ફોર્મ રજુ કરી શકાશે. ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાલન લાયકાત ધરાવતા બાકી રહી ગયેલ નાગરિકોના નામ દાખલ કરવા ફોર્મનં.-૬ રજુ કરી શકાશે., તા.૧/૧/૨૦૧૯ની લાયકાત ની તારીખના સંદર્ભમાં ૧૮ વર્ષ પૂર્ણ થતા હોય તેવા લાયક યુવા નાગરિકોના નામ દાખલ કરવા માટે ફોર્મનં.-૬ રજુ કરી શકાશે, મતદાર યાદીના મુસદ્દાની વિગતો ચકાસીને ફોટો, નામ, કે અન્યા વિગતોમાં સુધારોક રવા ફોર્મનં.-૮ રજુ કરી શકાશે, નામ કમી કરવા/વાંધો ઉઠાવવા ફોર્મનં.-૭ રજુ કરી શકાશે, એક જ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાર યાદીના એક ભાગમાંથી અન્યધ ભાગમાં નામની તબદીલી કે સરનામા ફેરફાર ફોર્મ નં.-૮-ક રજુ કરી શકાશે.

તમામ ફોર્મ મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત રાજયની વેબસાઈટ www.ceo.gujarat.gov.in પર ઓનલાઈન પણ ભરી શકાશે તથા ભરેલા ફોર્મ સબંધિત તમામ મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રીની કચેરીઓ, તમામ મદદનીશ મતદાર નોંધણી અને મામલતદારશ્રીની કચેરીઓ તથા કલેકટર કચેરી(ચૂંટણી શાખા) સુરેન્દ્રતનગર તેમજ બુથ લેવલ ઓફિસર પાસે રજુ કરી શકાશે. વધુમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૬/૯/૨૦૧૮ (રવિવાર), તા.૩૦/૯/૨૦૧૮ (રવિવાર) તથા તા.૧૪/૧૦/૨૩૦૧૮(રવિવાર) ના રોજ ખાસ ઝુંબેશના દિવસો નકકી કરવામાં આવેલ છે. આ દિવસોએ તમામ નિયોજીત સ્થાળોએ (મતદાન મથકોએ) સવારના ૧૦-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક સુધી સબંધીત બુથના બુથ લેવલ અધિકારી હાજર રહેનાર છે. જેમને ઉકત પૈકી કોઈપણ ફોર્મ રજુ કરી શકાશે આ ઉપરાંત બુથ લેવલ અધિકારી ઘેર-ઘેર ફરીને પણ મતદાર યાદીની ચકાસણી કરનાર છે. જેથી બુથ લેવલ ઓફિસરોને ઘરોની મુલાકાત વખતે આ કામગીરીમાં સહયોગ આપવા જણાવાયું છે.

મતદાર યાદી ખાસ સંક્ષિપ્તઆ સુધારણા કાર્યક્રમ-૨૦૧૯ને સફળ બનાવવા માટે સૌ નાગરિકો, નાગરિક સેવા સંગઠનો, સ્વૈતચ્છિયક સંસ્થાઓ તેમજ રાજકીય પક્ષોને સક્રિય સાથ સહકાર આપવા માટે જિલ્લાલ ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી સુરેન્દ્ર નગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY