મેક્સિકો,તા.૧૯
મેક્સિકોમાં શનિવારે ઓઈલ પાઈપલાઈનમાં પ્રચંડ બ્લાસ્ટ થતા ૨૧ લોકોનાં મોત થયા હતા. લીક થયેલી પાઈપલાઈનમાં પ્રચંડ વિસ્ફોટ થયો હોવાનું પ્રાથમિક તાપસમાં ખુલ્યું હતું. આ દુર્ઘટનામાં ૬૦ લોકો ઘાયલ થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.
હિડાલગો સ્ટેટના ગર્વનર ઓમર ફયાદે જણાવ્યું કે લીક થયેલી પાઈપલાઈનમાંથી કેટલાક સ્થાનિકો ઓઈલ મેળવવા એકત્ર થયા હતા ત્યારે જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ૨૧ લોકો ભડથું થઈ ગયા હતા.
મારી જાણમાં આવ્યું છે કે ૨૧નાં મોત થયા છે તેમજ ૬૦ લોકો ઈજાગ્રસ્ત છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




