મેક્સિકોના ગ્વાદલજારા શહેરમાં જાહેરમાં સેક્સ માણી શકાશે

0
40

મેક્સિકો,તા.૨૨
અમેરિકાને અડીને આવેલા મેક્સિકો દેશના ગ્વાદલજારા નામના શહેરમાં હવે જાહેરમાં સેક્સ કરવા માટેનો કાયદો પસાર થઈ ગયો છે. આ શહેરની વસતી ૧૫ લાખ જેટલી છે.
આ કાયદો લાવવા માટે પહેલ કરનાર શહેરના કાઉન્સિલરે કહ્યું હતુ કે પ્રેમ કરનનારાઓને પોલીસની હેરાનગતી અને પૈસાની ઉઘરાણીથી બચાવવા માટે આ પગલુ ભરવામાં આવ્યુ છે.
નવા કાયદા પ્રમાણે સાર્વજનિક સ્થળો, ખાલી જગ્યાઓ, વાહનની અંદર અથવા તો એવી જગ્યા જ્યાં કોઈ પણ વ્યક્તિ કશું પણ જાઈ શકતી હોય ત્યાં સેકસ કરવો ત્યાં સુધી અપરાધ નહી ગણાય જ્યાં સુધી કોઈ નાગરિક પોલીસને દખલગીરી કરવા માટે કહે નહી.
આ પહેલા એક સર્વેમાં યુનિવર્સિટીના ૯૦ ટકા વિદ્યાર્થીઓ કહી ચુક્્યા હતા કે જાહેરમાં પ્રેમ કરવા માટે પોલીસ તેમની પાસેથી પૈસા વલુલ કરી ચુકી છે.
જાકે રુઢિચુસ્ત મનાતા આ શહેરમાં નવા નિયમનો વિપક્ષોએ વિરોધ કરવાનુ પણ શરુ કર્યુ છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY