અલ્પેશ કથીરિયાની રીવીઝન અરજી પર હાઈકોર્ટમાં દલીલ શરૂ કરાઈ

0
11

સુરત, તા.૧૨
અમરોલી પોલીસ મથકના રાજદ્રોહના ગુનામાં જામીન મુક્ત થયા બાદ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભંગ કરતા ડીસીબીએ રજૂ કરેલી જામીન અરજી રદ કરવાની અરજી અદાલતે મંજૂર રાખી હતી અને અલ્પેશ કથીરિયાના રેગ્યુલર જામીન રદ કરતો હુકમ કર્યો હતો. આ સામે અલ્પેશ કથીરિયાના હાઈખોર્ટના એડવોકેટ રફીક લોખંડવાળાએ ગુજરાત હાઈકોર્ટમાં એક રીવીઝન અરજી કરી હતી. જેની સુનાવણી બપોર પછી હાથ ધરાશે એવુ બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહ વાળાએ જણાવ્યું હતું.
આ કેસની વિગતો એવી છે કે, અમરોલી પોલીસ મથકમાં પાટીદાર આંદોલન દરમ્યાન હાર્દિક પટેલ સહિત અલ્પેશ કથીરિયા સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ડીસીબી પીઆઈએ આરોપી અલ્પેશ કથીરિયાની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ ગુનામાં તેને સુરત કોર્ટ જામીન મુક્ત કર્યા બાદ સરથાણા વરાછા વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિનો ભંગ કરતા ડીસીબી દ્વારા તેના જામીન રદ કરવા માટેની ચેક અરજી કરી હતી. જે અરજી મંજુર કરી અદાલતે તેના રેગ્યુલર જમીન રદ કરતો હુકમ કર્યો હતો. જેની સામે અલ્પેશના એડવોકેટ દ્વારા એક રીવીઝન અરજી હાઈકોર્ટમાં કરી હતી. સુનાવણી બપોર પછી હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY