મુંબઈ,તા.૨૬
અનિલ કપૂર હાલ પોતાની ફિલ્મ અપકમિંગ ફિલ્મ ફન્ને ખાંના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં જ અનિલ કપૂર સલમાન ખાનના શો દસ કા દસમાં પણ જોવા મળ્યાં. સલમાનના શોમાં અનિલ પહેલીવાર નથી આવ્યાં પરંતુ અગાઉ પોતાની ફિલ્મ રેસ-૩ના પ્રમોશન માટે પણ તેઓ આ મંચ પર આવ્યાં હતાં. અનિલ કપૂરની સાથે ફન્ને ખાંમાં તેમની દિકરીનો રોલ નિભાવી રહેલી એક્ટ્રેસ પિહૂ પણ આવી હતી અને તેમણે સલમાન સાથે દસ કા દમ રમવાનું શરૂ કર્યુ હતું. શોમાં અચાનક વળાંક ત્યારે આવ્યો જ્યારે અનિલ કપૂરે એશ્વર્યાની વાત શરૂ કરી અને ફેન્સ જારજારથી બૂમો પાડવા લાગ્યાં.
ઉલ્લેખનીય છે કે ફન્ને ખાંમાં એશ્વર્યા પણ લીડ રોલમાં છે પરંતુ ફિલ્મના પ્રમોશન માટે તેણે આ શોમાં આવવાથી ઇનકાર કરી દીધો હતો. શોમાં અનિલ ફિલ્મની સ્ટોરી વર્ણવી રહ્યાં છે, જેમાં તેઓ બેબી સિંહનું નામ લે છે. તેવામાં સલમાન પૂછે છે કે બેબી સિંહ કોણ છે? તો અનિલ કપૂરે પણ મજા લેતાં એશ્વર્યાનું નામ બે વાર જણાવ્યુ. એશ્વર્યાનું નામ આવતાં જ ત્યાં હાજર આૅડિયન્સ બૂમો પાડવા લાગી. લોકોનું આ રિએક્શન જોઇને સલમાનના ચહેરા પર પણ સ્માઇલ આવી જાય છે.
ફન્ને ખાંને વર્ષની ખાસ મ્યુઝિકલ ફિલ્મ ગણવામાં આવી રહી છે. હવે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલિઝ થઇ ગયું છે તેથી ફિલ્મનો પ્લોટ પણ સામે આવી ગયો છે. ટ્રેલરમાં સંગતી પ્રત્યે અનિલ કપૂરનો પ્રેમ જોઇ શકાય છે. તે પોતાની દિકરી લતાને રોકસ્ટાર બનાવવા ઇચ્છે છે. પરંતુ તેના માર્ગમાં અનેક અડચણો છે. ટ્રેલર પરથી લાગી રહ્યું છે કે આ ફિલ્મમાં આપણને સપનાની ઉડાનની સાથે કોમેડી પણ જોવા મળશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




