પાટીદારોના પ્રશ્નો અંગે સરકારનું વલણ હકારાત્મકઃ સીકે પટેલ

0
214

મહેસાણા,તા.૧૨
ગુરુવારે મહેસાણામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જે બાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન સીકે પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ બેઠકને શુભેચ્છા મુલાકાત ગણાવી છે. સાથે જ તેમનું કહેવું છે કે, તમામ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારનું હકારાત્મક વલણ છે.
સીકે પટેલે કહ્યું કે, પાટીદારો સામેના કેસો પાછા લેવા અંગે ચર્ચા થઇ હતી. સાથે જ આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદારોને ન્યાય મળશે. સરકાર તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા માગે છે અને સરકારનો અભિગમ હકારાત્મક છે.
તેમણે કહ્યું કે, અમે રજૂ કરેલા તમામ પ્રશ્ને સરકાર હકારાત્મક રહી છે. સાથે જ રહી ગયેલા મુદ્દે ચર્ચાઓ થઇ હતી અને સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જે અંગે આગામી ૧૦થી ૧૫ દિવસમાં આ મુદ્દાઓ અંગે ખુલાસા સાથેની ચર્ચા કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું છે.
સાથે જ આ બેઠક અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ૨૬ સીટ હોવાથી મર્યાદિત સમાજ જ્ઞાતિને ટિકિટ આપી શકાય છે. વિધાનસભાની ચૂંટણીમાં તમામ સમાજના લોકોને સાચવી લેવાય છે. પાટીદારોને કોઈ પ્રકારનો અસંતોષ નથી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY