રોહિતે મિડીયાને માત્ર મને તેની એક ફેન જણાવી : સોફિયા હયાત

0
6

મુંબઈ,તા.૧૯
સોફિયાએ એક ઇન્ટરવ્યૂમાં પુસ્તક લખવાની વાતની પુષ્ટિ કરતા કહ્યું કે તે રોહિત સાથે રીલેશનશિપમાં હતી અને તે આ વિશે પુસ્તક લખવાની છે. રોહિત સાથેની મુલાકાત વિશે સોફિયાએ કહ્યું કે, “હું તેને લંડનની એક ક્લબમાં મળી હતી. હું ત્યાં મારી ફિલ્મની રૈપઅપ પાર્ટી સેલિબ્રેટ કરી રહી હતી. હું જ્યારે ડાન્સ કરી રહી હતી ત્યારે ફિલ્મનાં સેટ પર મારા એક દોસ્તે અમારી મુલાકાત કરાવી હતી. મારા દોસ્તે કહ્યું કે આ રોહિત છે, પરંતુ હું તેને ઓળખી શકી નહોતી; કેમકે હું એટલું બધુ ક્રિકેટ જાતી નથી. અમે બંને એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને તરત જ અમે એક શાંત જગ્યાએ જતા રહ્યા. તેણે મને કિસ કરી અને ત્યારબાદ અમે સાથે ડાંસ કર્યો હતો.”
સોફિયાએ એવું પણ કહ્યું કે, “પહેલી મુલાકાતનાં ૪ દિવસ બાદ રોહિત મારા ઘરમાં રહેવા આવ્યો હતો. ત્યારબાદ અમે લાંબા સમય સુધી સાથે હતા. હું ઈન્ડિયા આવતી ત્યારે તેને તેના ઘરે, હાટલ અથવા મારા ઘરે મળતી હતી. તે એક સારો વ્યકિત હતો. અમે બંને અલગ પ્રકારનાં લોકો એકબીજાની કંપની પસંદ કરતા હતા. મીડિયાએ અમને એક સાથે સ્પોટ કર્યા હતા. મે રોહિતની કહ્યું હતુ કે પબ્લિકમાં હું આ લઇને ના જઇ શકું કારણ કે હું આ સંબંધનું સમ્માન કરવા ચાહતી હતી.”
સોફિયાએ રોહિત સાથેનાં બ્રેકઅપનું કારણ આપતા જણાવ્યું કે, “મને એ સાંભળીને ઝાટકો લાગ્યો હતો જ્યારે રોહિતે મીડિયામાં કહ્યું હતુ કે હું ફક્ત તેની એક ફેન છું. તેની આ વાતે મને ઠેસ પહોંચાડી હતી અને મે બ્રેકઅપનો નિર્ણય લીધો હતો. મે તેને મેસેજ કર્યો કે હું તમારી ફેન નથી અને ના તમને ફરી જાવા ઇચ્છુ છું.” સોફિયાએ કહ્યું કે હવે જા તે રોહિત સાથે ટકરાશે તો તે તેને ઇગ્નોર કરવા ઇચ્છશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY