મેલબર્ન,તા.૧૩
રોજર ફેડરરે કહ્યું કે, તે સ્તબ્ધ હતો કે ટેનિસ આ વર્ષે ‘દિગ્ગજ’ એન્ડી મરેથી દૂર થવાનું છે. તેમણે કહ્યું કે, સ્કોટલેન્ડના આ ખેલાડીને પોતાની સિદ્ધિ પર ખૂબ ગર્વ થવો જાઈએ. મરેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે, એક વર્ષ પહેલા સર્જરી છતાં તેને કુલ્હાની ઈજામાંથી આરામ મળ્યો નથી.
મરેએ ખુલાસો કર્યો કે, તેને આશા હતી કે, વિમ્બલ્ડનની સાથે પોતાનો કરિયરનો અંત કરશે પરંતુ સતત દુખાવાને કારણે ઓસ્ટ્રેલિયન ઓપન તેની અંતિમ ટૂર્નામેન્ટ હોઈ શકે છે. ફેડરરે વર્ષના પ્રથમ ગ્રાન્ડસ્લેમની પૂર્વ સંધ્યા પર કહ્યું, તે જાણીને હું નિરાશ હતો અને દુખી પણ, થોડો સ્તબ્ધ કે અમે તેને ગુમાવશું.
ફેડરરે કહ્યું, પરંતુ અમે કિયારેક ને કિયારેક તમામને ગુમાવી દેશું. ફેડરરે સ્વીકાર કર્યો કે, તેનો, નોવાન જાકોવિચ, સાફેલ નડાલ અને મરેનો બિગ ફોરનો સમય પૂર્ણ થવાની નજીક છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




