ન્યુ દિલ્હી,તા.૧૩
સુપ્રીમ કોર્ટે એક મામલામાં નિર્ણય સંભળાવતા કહ્યું કે ભલે બીજા લગ્ન કરવા હિંદૂ મેરેજ એક્ટ હેઠળ ગેરકાયદે હોય પરંતુ તે સંબંધથી થયેલા બાળકને કાયદેસર માનવામાં આવશે અને તેના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની ના નહીં પાડી શકાય.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે બીજા લગ્ન (જે અમાન્ય છે)થી પેદા થયેલું બાળક કાયદેસર છે અને તેને સહાનિભૂતિના આધાર પર નોકરી આપવાની ના ન પડી શકાય. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ અને જસ્ટિસ એમ.આર.શાહની બેંચે કહ્યું કે જા કાયદો બાળકને કાયદેસર માને છે તો બીજા કોઈને એ પરવાનગી નથી કે તે બાળકને નોકરીથી વંચિક રાખવામાં આવે.
કેન્દ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. કેન્દ્ર સરકારે મુકેશકુમાર (નામ બદલ્યું છે)ને પ્રતિવાદી બનાવ્યો હતો. મુકેશના પિતા રેલવેમાં નોકરી કરતા હતા. મુકેશ પિતાની બીજી પત્નીથી થયેલી સંતાન છે. પિતાની મોત બાદ મુકેશે સહાનુભૂતિના આધારે નોકરી માગી. રેલવેએ અરજી ફગાવી દીધી પરંતુ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે મુકેશના પક્ષમાં આદેશ કર્યો. મામલો બોમ્બે હાઈકોર્ટ પહોંચ્યો. હાઈકોર્ટે હિંદૂ મેરેજ એક્ટની કલમ-૧૬ પ્રમાણે કહ્યું કે પહેલા લગ્નમાંથી છૂટાછેડા ન લીધા હોય અને બીજા લગ્ન કર્યા હોય તો તે લગ્ન અમાન્ય છે પરંતુ તે સંબંધથી પેદા થયેલું બાળક કાયદેસર છે. હાઈકોર્ટે કહ્યું કે રેલવે સહાનુભૂતિ નોકરીની અરજી પર વિચાર કરે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટ લઈ જવામાં આવ્યો.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને સાચ્ચો ઠેરવ્યો. સુપ્રીમ અદાલતે કહ્યું કે હિંદૂ મેરેજ એક્ટની કલમ-૧૬ (૧) એવા બાળકોને પ્રોટેક્ટ કરવા માટે જ છે. કલમ-૧૧ પ્રમાણે બીજા લગ્ન ગેરકાયદે છે પરંતુ એવા લગ્નથી પેદા થયેલું બાળક કાયદેસર છે. કોઈ પણ શરત સંવિધાનના સમાનતાના અધિકારનું ઉલ્લંઘન ન કરી શકે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



