ટેસ્ટમાં યોર્કર્સ અન્ડરરૅટેડ, રણજીનો અનુભવ કામ આવ્યો : બુમરાહ

0
4

મેલબર્ન,તા.૨૮
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટ મેચના ત્રીજા દિવસે શાન માર્શની વિકેટ ઝડપીને ૩૯ વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો છે. ફક્ત બુમરાહે જ નહીં પણ ભારતે પણ ૩૯ વર્ષ જૂનો પોતાનો જ રેકોર્ડ બ્રેક કર્યો છે. મેલબોર્ન ટેસ્ટ દરમિયાન શાન માર્શની વિકેટ ઝડપીને બુમરાહે ઈતિહાસ સર્જ્યો.
બુમરાહ ભારતના પહેલા એવા બોલર બન્યા છે જેમણે પોતાના ડેબ્યૂ કેલેન્ડર યર એટલે કે પોતાના ટેસ્ટ કેરિયરના પહેલા જ વર્ષમાં ૪૪ વિકેટો ઝડપી છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર દિલીસ દોશીનો ૩૯ વર્ષ પહેલાનો રેકોર્ડ બ્રેક કર્યો છે. બુમરાહે કહ્યું હતું કે લોકો મારી એક્શન પર ભલે ટિપ્પણી કરે હું ધ્યાન આપતો નથી. નાનપણમાં બહુ બધા ક્રિકેટર્સને ટીવી પર જાઈને મારી એક્શન આ રીતે ઘડાઈ છે. મને સ્કૂલના દિવસોથી લઈને નેશનલ ક્રિકેટ એકેડમી સુધી કોઈ પણ કોચે એક્શન બદલવા કહ્યું ન હતું. અત્યારે ટીમ ઇન્ડિયાના બોલિંગ કોચને હું અંડર-૧૯ના દિવસોથી ઓળખું છું. તેમણે મને હંમેશાં કન્સિસ્ટન્સી પર ફોક્સ કરવાનું કહ્યું છે. જા હું એકશન બદલાવત તો મારી સ્પીડ ઘટી જાત. હું ચોક્કસ માનું છું કે ટેસ્ટમાં યોર્કર્સ અન્ડરરૅટેડ છે. કોઈ પણ ફોર્મેટ ભલેને હોય યોર્કર યોર્કર છે.
પોતાના ટેસ્ટ કેરિયરના પહેલા જ વર્ષમાં સૌથી વધારે વિકેટો ઝડપનાર બોલર્સ
– ૪૫ વિકેટઃ જસપ્રીત બુમરાહ (૨૦૧૮)*
– ૪૦ વિકેટઃ દિલીપ દોશી (૧૯૭૯)
– ૩૭ વિકેટઃ વેંકટેશ પ્રાસાદ (૧૯૯૬)
– ૩૬ વિકેટઃ નરેન્દ્ર હિરવાની (૧૯૮૮)
– ૩૫ વિકેટઃ એસ. શ્રીસંત (૨૦૦૬)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY