મેલબર્ન,તા.૨૯
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઇકલ ક્લાર્કે જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતા કહ્યું કે, તે ત્રણેય ફોર્મેટમાં ઝડપથી વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર બનશે.
બુમરાહે ત્રીજી ટેસ્ટમાં ૩૩ રન આપીને છ વિકેટ ઝડપી અને તેની મદદથી ભારત ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઈનિંગમાં ૧૫૧ રન પર આઉટ કરવામાં સફળ રહ્યું હતું. ક્લાર્કે કહ્યું, તેની સાથે રમવું અને તેનું કેપ્ટન હોવું રસપ્રદ રહેશે. તેના પર દવાબ કે અપેક્ષાઓની અસર પડતી નથી. તે શીખવા ઈચ્છે છે અને ખૂબ મહેનત કરે છે. તેણે કહ્યું, આગામી થોડા મહિનામાં બુમરાહ ત્રણેય ફોર્મેટમાં વિશ્વનો નંબર-૧ બોલર બનશે.
જસપ્રીત બુમરાહે મેલબોર્ન ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના છ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે કરિયરનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા ૩૩ રન આપીને છ વિકેટ ઝડપી હતી. તેની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને ૧૫૧ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતે બીજા દિવસે પોતાની ઈનિંગમાં સાત વિકેટ પર ૪૪૩ રન બનાવી ડિકલેર કરી હતી. આ આધારે ભારતે ૨૯૨ રનની લીડ મેળવી હતી.
મહત્વનું છે કે, બોક્સિંગ ડે ટેસ્ટ જીતવા માટે ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૯૯ રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે પોતાના બીજા દાવ ૧૦૬/૮ રન પર ડિકલેર કર્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




