ઓસ્ટ્રેલિયામાં સદીનું સૌથી ભયંકર પૂર, મગર રસ્તા પર આવી

0
6

જો વરસાદ હજુ પણ ચાલુ રહ્યો તો ૨૦,૦૦૦થી વધુ મકાનોને જળમગ્ન થવાનો ખતરો
મેલબર્ન,તા.૪
ઓસ્ટ્રેલિયામાં સદીના સૌથી ભયાનક પૂરના કારણે નદીઓનું પાણી રસ્તાઓ પર આવી ગયું અને તેના કારણે ઉત્તર પૂર્વ ભાગમાં હજારો લોકોને પોતાના ઘરોથી વિસ્થાપિત થવું પડ્યું. આ પૂર એટલું ભયંકર હતું કે લોકોને બચાવવા માટે સરકારે સેનાની મદદ લેવી પડી. હવે સ્થિતિ એવી છે કે રસ્તા અને વૃક્ષો પર મગર ફરી રહ્યા છે. અધિકારીઓએ આગામી કેટલાક દિવસોમાં વધુ વરસાદનું અનુમાન લગાવ્યું છે. ઓસ્ટ્રેલિયાના ઉત્તર ભાગમાં ચોમાસાના સમયે ભારે વરસાદ પડે છે પરંતુ હાલમાં પડેલો વરસાદ સામાન્ય સ્તરથી વધુ છે.
ઉત્તર પૂર્વ ક્વીન્સલેન્ડના ટાઉન્સવિલે શહેરમાં હજારો રહેવાસી વીજળી વગર રહી રહ્યા છે અને જા વરસાદ ચાલુ રહ્યો તો ૨૦,૦૦૦થી વધુ મકાનોને જળમગ્ન થવાનો ખતરો છે.
સૈન્યકર્મી સતત લોકોની મદદ કરી રહ્યા છે. ક્વીન્સલેન્ડના પ્રમુખે શનિવારે પત્રકારને કહ્યું કે, આ મૂળે ૨૦ વર્ષમાં એક વાર નહીં પરંતુ ૧૦૦ વર્ષમાં એક વાર થનારી ઘટના છે.
હવામાન વિજ્ઞાન બ્યૂરોએ જણાવ્યું કે ઉત્તર ક્વીન્સલેન્ડ રાજ્ય ઉપર ધીમી ગતિથી આગળ વધી રહેલા ચોમાસાનું ઓછા દબાણનું ક્ષેત્ર બન્યું છે. તેનાથી કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ પડવાની આશંકા છે. ટાઉન્સવિલેના રહેવાસી ક્રિસ બ્રૂકહાઉસે કહ્યું કે, મેં પહેલા ક્યારેય આવું નથી જોયું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY