મુંબઈ,તા.૪
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની જાડી ફક્ત રીલ નહીં, પરંતુ રીયલ લાઇફમાં પણ ફેવરેટ છે. લગ્નથી લઇને અત્યાર સુધી તેમના વિડીયો અને ફાટોસ સામે આવે છે અને બંનેની કેમિસ્ટ્રી ઘણી જ શાનદાર લાગી રહી છે. જન્મદિવસનાં દિવસે દીપિકા પાદુકોણે પોતાની વેબસાઇટ લાન્ચ કરી હતી. આ વેબસાઇટ પર હવે રણવીર સિંહે દીપિકા માટે ઇમોશનલ મેસેજ લખ્યો છે.
રણવીર સિંહે દીપિકાની આ વેબસાઇટ પર લખ્યું છે કે, ‘દીપિકા ઘણી જ સારી વ્યકિત છે. હું આ વાત એ માટે નથી કહી રહ્યો કારણ કે તે મારી પત્ની છે. મારી ફીલિંગ્સ તેના માટે કેવી છે તે બતાવવા માટે મારી પાસે શબ્દ નથી, તેમ છતા હું પ્રયત્ન કરું છું. હું તેને વ્યકિતગત અને પ્રોફેશનલ બંને રીતે જાણું છું. દીપિકા તેની અંદર એક એક બ્રહ્માંડને પાળી રહી છે જેમાં પ્રેમ, દયા, બુદ્ધિ અને સુંદરતાનું સંયોજન છે. આ દરેક ચીજ તેને દુનિયાની શાનદાર એક્ટર બનાવે છે. તેનું અનુશાસન અને કામ પ્રત્યેનાં કમિટમેન્ટનો કોઈ તોડ નથી.’
રણવીરે વધુમાં લખ્યું કે, ‘દીપિકાની સફળતાએ સમયની સાથે સંપૂર્ણ રમતને બદલી નાખી. એક મહિલા આટલી ધાર્મિક અને સદાચારથી ભરેલી હોય છે કે તે સમ્માનને પાત્ર હોય છે. કિયારેક કિયારેક હું રોકાઇ જાઉં છું અને આટલા ખાસ સોલની પ્રશંસા કરું છું. હું દુનિયામાં સૌથી વધુ ગર્વ કરનારો પતિ છું. તેણે મને બેસ્ટ મેન બનવા માટે પ્રેરિત કર્યો. તેણે મારી જિંદગીને સફળ બનાવી દીધી. તે મારી જિંદગીની રોશની છે.’
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




