ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીમાં સરસાઇ મેળવવા આજથી ત્રીજી ટેસ્ટમેચનો પ્રારંભ

0
9

કોહલી પોન્ટિંગનો રેકોર્ડ તોડવાથી ૧૮૧ રન દૂર
મેલબોર્ન,તા.૨૫
વિરાટ કોહલીએ ત્રીજી ટેસ્ટ અગાઉ બેટ્‌સમેનોને ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનમાં યોગદાન આપવા જણાવ્યું છે. કોહલીએ પર્થમાં રમાયેલી બીજી ટેસ્ટમાં સદી ફટકારી હતી જ્યારે એડિલેડમાં ચેતેશ્વર પૂજારાએ સદી ફટકારી ટીમની જીતમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી પરંતુ અન્ય બેટ્‌સમેનો ખાસ યોગદાન આપી શક્યા નહોતા. કોહલીએ કહ્યું કે, ભારતીય બોલરો ઘણો સારો દેખાવ કરી રહ્યા છે ત્યારે બેટ્‌સમેનોએ પણ જવાબદારી નિભાવતાં રન બનાવવા પડશે.
વિરાટ કોહલી આજથી શરૃ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખે તો તે ઘણા રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. કોહલી જા આ મેચની બંને ઇનિંગમાં મળી કુલ ૧૮૧ રન બનાવે તો તે એક વર્ષમાં તમામ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્‌સમેન બની જશે. કોહલીએ આ વર્ષે તમામ ફોર્મેટમાં ૨૬૫૩ રન બનાવ્યા છે. આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના નામે છે. પોન્ટિંગે વર્ષ ૨૦૦૫માં ૨૮૩૩ રન બનાવ્યા હતા. કોહલી આ રેકોર્ડથી ૧૮૦ રન પાછળ છે.
કોહલી આ મેચમાં સદી ફટકારે તો તે કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ એટલે કે સચિનના ૧૨ ટેસ્ટ ફટકારવાની બરાબરી કરી લેશે. સચિને ૧૯૯૮માં આ રેકોર્ડ બનાવ્યો હતો. કોહલીએ આ વર્ષે પાંચ ટેસ્ટ અને છ વન-ડે સદી ફટકારી છે. આ ઉપરાંત તે સદી ફટકારી સુનીલ ગાવસ્કરની બરાબરી પણ કરી લેશે. ઓસ્ટ્રેલિયા સામે ગાવસ્કરે આઠ સદી ફટકારી છે જ્યારે કોહલીએ સાત સદી નોંધાવી છે. ભારત માટે આ રેકોર્ડ સચિનના નામે છે. સચિને ઓસ્ટ્રેલિયા સામે ૧૧ સદી ફટકારી છે.
કોહલી જા ૮૨ રન બનાવે તો તે વિદેશી ધરતી પર એક વર્ષમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્‌સમેન બની જશે. આ રેકોર્ડ અત્યાર સુધી રાહુલ દ્રવિડના નામે છે જેણે ૨૦૦૨માં ૧૧૩૭ રન બનાવ્યા હતા. કોહલીએ આ વર્ષે વિદેશી ધરતી પર અત્યાર સુધી ૧૦૬૫ રન બનાવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY