ચોરીનો ભેદ તાકીદે ઉકેલવા બદલ સુરત પો.કમિશનરનું અભિવાદન
સુરત, તા.૨૫
ગત તા. ૧૮/૧૨/૧૮ ના રોજ નંદુ ડોશીની વાડી,કતારગામ કિરણ જેવેલ નામના જવેલરી યુનિટમાંથી શુદ્ધ સોનાના પાવડરની ચોરી થઇ હતી.
આ વર્ષમાં અને આ વિસ્તારમાંથી ચોરીની આ બીજી ઘટના હોવાના કારણે સમગ્ર હીરાઉદ્યોગ સ્તબ્ધ હતો.
ચોરીની આ ઘટનાને ઉકેલવા માટે સુરત શહેર પોલિસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ રેન્જ -૧ ની અલગ અલગ ટીમ, ક્રાઈમ બ્રાંચ અને કતારગામ પોલિસ જોતરાઈ હતી. આ ટીમની મહેનતથી ખુબ જ ટૂંકા ગાળામાં સુરત પોલીસે લુંટારાઓને મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. સુરત શહેર પોલિસના આ બહાદુરીભર્યા કામથી સમગ્ર હીરાઉદ્યોગ ખુબ જ પ્રભાવિત થયેલ છે. જેના કારણે ડાયમંડ એસો. દ્વારા પોલિસ કમીશ્નરશ્રીને રૂબરૂ મળી આભાર પ્રગટ કરી ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ. અઠવાડિયા પહેલા મુંબઈમાં જે ઘટના બની હતી તેનો વહેલી તકે ઉકેલ આવી તે માટે રજૂઆત કરવામાં આવેલ. જે બાબતે પોલિસ કમિશ્નરશ્રી એ હકારાત્મક પ્રતિભાવ આપેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




