મેલબર્ન,તા.૩૦
રવિવારે ભારતે મેલબોર્નમાં ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રનથી હરાવીને ટેસ્ટ ક્રિકેટ ઈતિહાસમાં ૧૫૦ કે તેનાથી વધુ જીત મેળવનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો છે. ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ નાથન લાયનને વિકેટકીપર રિષભ પંતના હાથે કેચ કરાવીને ભારતને આ જીત અપાવી હતી. પંતનો આ શ્રેણીમાં ૨૦મો શિકાર હતો અને તે કોઈપણ એક સિરીઝમાં સૌથી વધુ શિકાર કરનાર ભારતીય વિકેટકીપર બન્યો છે.
ભારતે પોતાના ૫૩૨માં ટેસ્ટમાં ૧૫૦મી જીત મેળવી છે. ભારત સિવાય ઓસ્ટ્રેલિયા (૩૮૪), ઈંગ્લેન્ડ (૩૬૪), વેસ્ટ ઈÂન્ડઝ (૧૭૧) અને દક્ષિણ આફ્રિકા (૧૬૨) આ સિદ્ધિ મેળવી ચુક્્યા છે. ઓસ્ટ્રેલિયાની આ ટેસ્ટ ક્રિકેટમાં ૨૨૨મી હાર છે અને તેનાથી વધુ હાર માત્ર ઈંગ્લેન્ડ (૨૯૮)ના નામે નોંધાયેલી છે. વિરાટ કોહલીએ ભારતીય કેપ્ટનના રૂપમાં ૪૫મી મેચમાં ટીમની આગેવાની કરતા ૨૬મો વિજય મેળવ્યો છે.
ભારતીય કેપ્ટનના રૂપમાં સૌથી વધુ જીત અત્યાર સુધી માત્ર ધોનીના નામે નોંધાયેલી હતી. જેની આગેવાનીમાં ભારતે ૬૦ ટેસ્ટ રમી અને તેમાંથી ટીમનો ૨૭માં વિજય થયો હતો. કોહલીની આગેવાનીમાં વિદેશની ધરતી પર આ ભારતની ૧૧મી જીત છે.
આ જીત સાથે કોહલીએ સૌરવ ગાંગુલીના રેકોર્ડની બરોબરી કરી લીધી હતી જેના આગેવાનીમાં ભારતે વિદેશની ધરતી પર સૌથી વધુ ૧૧ ટેસ્ટ જીતી હતી. ગાંગુલીની આગેવાનીમાં ભારતે કુલ ૪૯ ટેસ્ટ રમી અને તેમાંથી ટીમે ૨૧માં વિજય મેળવ્યો હતો. પંતે ચાર મેચોની સિરીઝના ત્રણ મેચોમાં ૨૦ શિકાર કર્યાં છે જેથી તે એક ટેસ્ટ સિરીઝમાં સૌથી સફળ ભારતીય વિકેટકીપર બની ગયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



