પ્રદિપ સરકારે નવી ફિલ્મની તૈયારીઓ આરંભી

0
31

મુંબઈ,તા.૧૭
ફિલ્મ સર્જક પ્રદીપ સરકારે પોતાની નવી ફિલ્મની તૈયારી શરૃ કરી દીધી હતી અને અલી ફઝલને સાઇન કર્યો હતો એવી વાતો વહેતી થઇ હતી.
તાજેતરમાં પ્રદીપ સરકારની સિંગલ મધરની કથા રજૂ કરતી ફિલ્મ હેલિકોપ્ટર ઇલા રજૂ થઇ હતી. અજય દેવગણ નિર્મિત આ ફિલ્મમાં કાજાલે સિંગલ મધરનો રોલ કર્યો હતો. ફિલ્મને સારો પ્રતિસાદ મળતાં પ્રદીપ સરકારને ખુશી થઇ હતી અને એમણે તરત પોતાની હવે પછીની ફિલ્મની તૈયારી આદરી દીધી હતી એેવી માહિતી એમની નિકટનાં સૂત્રોએ આપી હતી. ઘણું કરીને આગામી ફિલ્મ પણ અલગ પ્રકારની લવ સ્ટોરી હશે અને એ માટે અલી ફઝલની પસંદગી કરવામાં આવી હતી.
આ ફિલ્મનો હીરો એક નાનકડા નગરનો રહેવાસી હશે. પ્રદીપની નિકટનાં સૂત્રોએ કહ્યું કે પ્રદીપજી પહેલીવાર પુરુષના દ્રષ્ટિકોણથી કથા કહેવાના છે એટલે અલીને મળનારો રોલ ખૂબ પાવરફૂલ હશે.
આ ફિલ્મની હીરોઇનની તલાશ જારી છે અને ફિલ્મ આવતા મહિને ફ્લોર પર જવાની છે. આવતા વરસે ગમે ત્યારે આ ફિલ્મ રજૂ કરવાની પ્રદીપ સરકારની યોજના છે.
અત્યાર અગાઉ પ્રદીપ સરકારે મોટે ભાગે મહિલાલક્ષી ફિલ્મો બનાવી હતી જેમાં પરિણિતા, લાગા ચુનરી મેં દાગ અને મર્દાનીનો સમાવેશ થયો હતો. તાજેતરમાં રજૂ થયેલી હેલિકોપ્ટર ઇલા પણ મહિલાલક્ષી કથા ધરાવતી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY